જાત જોવી હોય તો તો જાતને ખોવી ઘટે,
એક ઘટના બંધ આંખે આંખમાં જોવી ઘટે.
લાગણી દર્શાવવા શબ્દો જરૂરી તો નથી,
કેટલીક સંવેદનાઓને ફકત રોવી ઘટે.
મેલ ઘટનાઓ તણો ચઢતો રહે એને સતત,
જિંદગીને વસ્ત્રની માફક કદી ધોવી ઘટે.
લોક મૃત્યુ નામથી એને ખપાવે છે અહીં,
શ્વાસને આરામની એવી સજા હોવી ઘટે ?
એમની યાદો હજી પણ કંઠમાં ડૂમો ભરે,
આંખ ‘ચાતક’ એટલે અશ્રુથકી લોવી ઘટે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
એમની યાદો હજી પણ કંઠમાં ડૂમો ભરે ….. ગઝલ વાંચીને કંઠમાં ડૂમો ભરાઈ ગયો. કારણ કે સ્વજનના શ્વાસને આરામ મળી ગયો.
આંખ ‘ચાતક’ એટલે અશ્રુથકી લોવી ઘટે…..
સુંદર સંવેદનશીલ રચના !
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ.. સરસ અભિવ્યક્તિ
નીજી લાગણીઓથી તરબતર સંવેદનનું કશો પણ ઓપ ચઢાવ્યા વગર સહજ આલેખન..
એમની યાદો હજી પણ કંઠમાં ડૂમો ભરે,
આંખ ‘ચાતક’ એટલે અશ્રુથકી લોવી ઘટે.
વાહ દક્ષેશભાઈ,
લાગણી દર્શાવવા શબ્દો જરૂરી નથી….બહુ સરસ વાત.
-અભિનંદન.
મેલ ઘટનાઓ તણો ચઢતો રહે એને સતત,
જિંદગીને વસ્ત્રની માફક કદી ધોવી ઘટે.
લોક મૃત્યુ નામથી એને ખપાવે છે અહીં,
શ્વાસને આરામની એવી સજા હોવી ઘટે ?
વાહ્
સુંદર ગઝલ, દક્ષેશભાઈ..ઘણી પ્રેરક રહી…
મેલ ઘટનાઓ તણો ચઢતો રહે એને સતત,
જિંદગીને વસ્ત્રની માફક કદી ધોવી ઘટે.
લોક મૃત્યુ નામથી એને ખપાવે છે અહીં,
શ્વાસને આરામની એવી સજા હોવી ઘટે ?
સુંદર ગઝલ. બધા જ શેર ગમ્યા.