આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે,
લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે.
એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ,
એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે.
બેવફાઈ શ્વાસની, પીડે સતત સંવેદના,
જીંદગી સ્મિતે છતાં સઘળું નભાવી જાય છે.
શું હશે એવું, હજી શોધ્યા કરું એની કૂંચી,
(કે) પારકું ઘર, પારકો વિસ્તાર ભાવી જાય છે.
શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે.
હર્ષ, પીડા, ખેવના, ઉન્માદ, ‘ચાતક’ની તરસ,
આ સમયના દાંત તો કેવુંય ચાવી જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર રચના !
પારકું ઘર, પારકો વિસ્તાર ભાવી જાય છે…..
સરસ ગઝલ બની છે. અભિનંદન.
શું હશે એવું, હજી શોધ્યા કરું એની કૂંચી,
(કે) પારકું ઘર, પારકો વિસ્તાર ભાવી જાય છે.
શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે.
નખશિખ સુંદર ગઝલ દક્ષેશભાઈ….
અભિનંદન.
દરેક પંક્તિ બહુ સરસ. સુંદર રચના.
સરયૂ
સ રસ રચના
શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે.
ખૂબ સુંદર
યાદ્
વ્યથાનાં પાન કીધાં છે, ખુશીનો દમ નથી લીધો
ઘડાયું છે જીવન મારું હમેશાં વેદનાઓમાં
શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે
વાહ વાહ દક્ષેશભાઇ…સરસ ગઝલ આ શેર સિવાય મક્તાનો શેર પણ સરસ છે… અભિનંદન…
સમયના દાંત બધું જ ચાવી શકે ને ?
જીવનની વરવી વાસ્તવિકતાઓનું સુંદર શબ્દોમાં અને નવા અંદાઝમાં આલેખન ‘ચાતક’ની જીવન-તરસનું તાદૃશ પ્રતિબિંબ નથી લાગતું?!!!
વાહ !!!!! દક્ષેશભાઈ, નવું નવું લખતા રહેજો.