Press "Enter" to skip to content

કંતાય છે ગઝલ

લાગણીના ઢાળ પર સર્જાય છે ગઝલ,
તૂટતાં મુશ્કેલથી સંધાય છે ગઝલ.

માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી,
રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ.

સોમનાથે શબ્દ, પાટણથી લઈ પ્રભુતા,
શેર સાસણના થકી ગર્ભાય છે ગઝલ.

દૂધમલ નવલોહિયાઓના શૂરાતનથી,
પાળિયાઓમાં પછી બંધાય છે ગઝલ.

ટેક ‘ગાંધી’ની બને ‘સરદાર’ની શૂરતા,
જશ્ન-એ-આઝાદી થકી રંગાય છે ગઝલ

આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

આવનારી કાલ બનશે આજની આંધી,
આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.

છે હવે ‘ચાતક’ પ્રતીક્ષા ગૌરવી પળની,
જોઈએ છે ક્યાં સુધી સંતાય છે ગઝલ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. Manoj Shah
    Manoj Shah April 13, 2011

    ખુબ સરસ વાહ દક્ષેશભાઈ, સુંદર ગઝલ..ગુજરાતની સૌરભ અનુભવાય છે..

    આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
    ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

    આવનારી કાલ બનશે આજની આંધી,
    આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.

  2. Shailesh Patel
    Shailesh Patel February 1, 2011

    ખુબ સરસ !! જય સોમનાથ.

  3. Narendra Jagtap
    Narendra Jagtap January 27, 2011

    માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી,
    રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ…..વાહ વાહ દક્ષેશભાઇ.. ખુબ જ મઝાની ગઝલ…ઇદથી ઉતરાણ અને મોદી વાળો બન્ને શેર પણ ગમ્યા… અભિનંદન્

  4. Dilip
    Dilip January 27, 2011

    વાહ દક્ષેશભાઈ, સુંદર ગઝલ..ગુજરાતની સૌરભ અનુભવાય છે..

    આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
    ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

    આવનારી કાલ બનશે આજની આંધી,
    આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.

  5. Manhar Mody
    Manhar Mody January 27, 2011

    આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
    ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

    બહુ સરસ.

  6. સરસ ગઝલ દક્ષેશભાઇ…
    ઈદથી ઉતરાણ લગ ની વાત વધુ ગમી – અભિનંદન.

  7. Pragnaju
    Pragnaju January 27, 2011

    આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
    ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

    આવનારી કાલ બનશે આજની આંધી,
    આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.
    વાહ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.