ડૂબતી સાંજે સમયનું આવરણ આવી મળે.
ક્યાંકથી ખોવાયલું એકાદ જણ આવી મળે.
રિક્તતા અહેસાસ થઈ જ્યાં સાથ સદીઓથી ધરે,
એ શહેરમાં શક્યતાઓનું ઝરણ આવી મળે.
શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે.
ભૂલવાનું સ્હેલ હોતે, તો તને ભૂલી જતે,
હર કદમ વીતેલ પળનું સંસ્મરણ આવી મળે.
જિંદગી લાંબી સડક, ને પ્હોંચવાનું મંઝિલે,
પંથને અજવાળતું કોઈ ચરણ આવી મળે.
લડખડે જ્યારે કદમ, એંધાણ એના વાજબી,
ચાતરી, પહેલાં જ પગલામાં મરણ આવી મળે !
રણમહીં તરસ્યાં થવાનું સુખ હવે ‘ચાતક’ નથી,
રોજ મૃગજળને લઈ કોઈ હરણ આવી મળે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
શબ્દોની જાળમાં એવો ફસાયો છું કે ભુલો પડેલો કોઈ પારધિ મળે ………
તમે શબ્દોના ધની છો, ભાવનાઓનો વરસાદ શબ્દોની સુગંધ લઇને વર્ષે છે. તમારી દરેક રચનાઓ માણું છું, જીવંત ક્ષણોનો અનુભવ થાય છે.
શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે……સરસ!
Very nice gazal. Wahhhh..!
વાહ દક્ષેશભાઈ,
સરસ ગઝલ.
રદિફ પણ અવકાશથી ભરપૂર આવ્યો છે.
-અભિનંદન.
ચાતકે, “ચાતક” થઈને, તરસ અને મૃગજળને આ ગઝલમાં “અમૃત” બનાવી દીધા!
ભૂલવાનું સ્હેલ હોતે, તો તને ભૂલી જતે,
હર કદમ વીતેલ પળનું સંસ્મરણ આવી મળે.
સુંદર મઝાની ગઝલ…. બધા જ શેર સરસ… ઉપરનો શેર મને વધુ ગમ્યો….
ક્યાંકથી ખોવાયલું એકાદ જણ આવી મળે…..
ખૂબ જ સુંદર રચના !
એક એક શેર આસ્વાદ્ય !
અભિનંદન !
ભૂલવાનું સ્હેલ હોતે, તો તને ભૂલી જતે,
હર કદમ વીતેલ પળનું સંસ્મરણ આવી મળે.
જિંદગી લાંબી સડક, ને પ્હોંચવાનું મંઝિલે,
પંથને અજવાળતું કોઈ ચરણ આવી મળે.
સ રસ
હરફ ના કરે એક એવા ખુદ સાથે હિંચકવાની મજા ક્યાં છે?
ખુદમાં સરકવાની મજા જે કરે , ખુદા ખુદ આવી તેને મળે છે.
શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે……સરસ!
બધા જ શેર આસ્વાદ્ય. સરસ ગઝલ.
શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે.
વાહ ગમી ગઈ આ વાત, સર્જનની મ્હેક આ શેરમાં મળી..