લાગણીના ગામનો વિસ્તાર વધતો જાય છે,
એમ લાગે છે, જગતમાં પ્યાર વધતો જાય છે.
સરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા,
તો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે.
આખરે સ્વીકાર થાશે એમની હસ્તી તણો,
ધારણાના બળ ઉપર તોખાર વધતો જાય છે.
એ જ કારણથી કબીરા પોક મૂકીને રડે,
આજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે.
આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,
વાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.
વાસ્તવિકતાની કચેરીમાં પડે પગલાં પછી,
સિર્ફ ‘ચાતક’ સ્વપ્નનો દરબાર વધતો જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આખી ગઝલ સરસ થઈ છે. અભિનંદન.
આંખોથી ઓઝલ ભલે હોય તું તોયે હ્દયે ઝણકાર વધતો જાય છે…….
ખુબ જ સુન્દર !!!
આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,
વાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.
હ્રદય સ્પર્શી વિચારો ને ખુબ જ સલુકાઈપૂર્વક રજુ કર્યા છે. બહુ સરસ ગઝલ.
સરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા,
તો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે.
ક્યા બાત હૈ!!!!!!
ઘણી સરસ રચનો કરો છો, અભિનંદન.
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.
વાહ!
લાગણી, આંસુ, પ્યાર, સંવેદનાને તમે ખરેખર કંઈક નવા અંદાજમાં જ ટોપલી ભરીને લઈ આવ્યા! વાહ! ભાઈ વાહ!
આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે….
સુંદર રચના !
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.
સુપર શેર …દક્ષેશભાઇ..મઝાની ગઝલ ..અભિનંદન્
સરસ ગઝલ.
આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,
વાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે….!!
આ પન્ક્તિઓ ખુબ ગમી .. આમ તો જો કે આખી રચના જ સુન્દર છે … અભિનન્દન ..!!
સુંદર ગઝલ
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.
વાહ્
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
ઉત્ક્રુષ્ટ અપેક્ષાની સંવેદનશીલ ગઝલ, આ વધારે ગમ્યુ
એ જ કારણથી કબીરા પોક મૂકીને રડે,
આજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે….
સરસ ગઝલ! લાગણીનો વિસ્તાર! સરસ!!
સપના
Extra ordinary and great thoughts. Now a days Gujarati Literature lost their place although its having great culture. But your effort is great.