સ્મિત એનું રેશમી સાંકળ હશે,
કે હૃદયને ખોલવાની કળ હશે ?
આ નિરક્ષર લાગણીને શું ખબર,
એમની આંખોમહીં કાગળ હશે.
એ સતત સાથે રહી સ્પર્શ્યાં નહીં,
જેમ કોઈ પર્ણ પર ઝાકળ હશે.
સાત પગલાંની સફર માંડી હતી,
એ ખબર ન્હોતી વિઘન આગળ હશે.
એ ખડક હોવાનો દાવો શું કરે,
શું ફુટેલા તૃણ બધા પોકળ હશે?
વેદનાની વાટ લાંબી હોય છે,
શક્ય છે, બાકી હજુ અંજળ હશે.
હર પ્રતીક્ષાનો સુખદ અંજામ છે,
કો’ક દિ ચાતક ઘરે વાદળ હશે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સ્મિત એનું રેશમી સાંકળ હશે,
કે હૃદયને ખોલવાની કળ હશે ?
ભાગ્યે જ કોઈ કવિએ સ્મિતને રેશમી સાંકળની ઉપમા આપી હશે?
વાહ! સુંદર ગઝલ! અભિનંદન !
હર પ્રતીક્ષાનો સુખદ અંજામ છે,
કો’ક દિ ચાતક ઘરે વાદળ હશે.
Wish you best of luck. I would like to pray, not only clouds but you should have lots of rain too !!!
સરસ ભાવસભર ગઝલ.
આપની આ લીંક પર લગભગ બધી જ ગઝલ વાંચતો રહુ છુ… અને આનંદ આવે છે…. ખુબ જ સરસ ભાવવાહી ગઝલ આપ લખો છો…
વેદનાની વાટ લાંબી હોય છે,
શક્ય છે, બાકી હજુ અંજળ હશે…… સરસ કહ્યુ છે વાહ વાહ
રેશમી ગાંઠે તો બંધાયા હતા આપણે અટુટ , છુટી ક્યારે તેની ખબરે ના પડી.!!!!!!!
સરસ ગઝલ દક્ષેશભાઈ, અભિનંદન.
પ્રતિક્ષા સુધારીને પ્રતીક્ષા કરી લેવા વિનંતિ-(ક્ષમાયાચના સાથે…!)
મહેશભાઈ, જોડણી સુધારી લીધી છે. એમાં ક્ષમા તમારે નહીં, મારે માગવાની હોય. તમારા જેવા જોડણીશુદ્ધિ તરફ ધ્યાન દોરે તે આપણી ભાષાની ગરિમાના હિતમાં જ છે ને. આભાર.
– દક્ષેશ
સુંદર ગઝલ !
મત્લાનો શેર સરસ થયો છે.
અભિનંદન !
સાત પગલાંની સફર માંડી હતી,
એ ખબર ન્હોતી વિઘન આગળ હશે.
વાહ્…વાહ્…વાહ્.
વાહ, આવી ગઝલ લખાઈ જાય છે. સરસ.
સરયૂ
લાગણીથી તરબોળ ગઝલ, ગમી.
ખૂબ સરસ ગઝલ! વાહ લાગણી સભર ગઝલ!
સ્મિત એનું રેશમી સાંકળ હશે,
કે હૃદયને ખોલવાની કળ હશે ?
સપના
વેદનાની વાટ લાંબી હોય છે,
શક્ય છે, બાકી હજુ અંજળ હશે.
હર પ્રતિક્ષાનો સુખદ અંજામ છે,
કો’ક દિ ચાતક ઘરે વાદળ હશે
વાહ્
સુંદર ગઝલ.
વેદનાની વાટ લાંબી હોય છે,
શક્ય છે, બાકી હજુ અંજળ હશે.
બહોત ખુબ…
વાહ, વાહ, દક્ષેશભાઈ ખૂબ જ સરસ વાતો સાથેની રચના છે. મારૂ માનવુ છે કે સમજાય તેવી જ રચના લોકભોગ્ય બને છે હું સાક્ષરોની વાત માનવા તૈયાર નથી.
“સાજ”
સુંદર મત્લા અને મક્તા સાથેની ભાવનાત્મક ગઝલ!
સુધીર પટેલ.
હૃદય, લાગણી, સ્પર્શ્ , વેદના – આ બધાની વચ્ચે અટવાયેલા માનવને ચાતકે ખૂબ સુંદર રીતે આશાનો એક ઘૂંટ પીવડાવી દિધો!
હર પ્રતિક્ષાનો સુખદ અંજામ છે,
કો’ક દિ ચાતક ઘરે વાદળ હશે.
બહોત ખૂબ!