શબ્દ એના ઘર સુધી ક્યાં જાય છે ?
માર્ગમાં એ તો ફકત ઢોળાય છે.
રાત-દિ કોશિશ કરો તોયે કદી,
આયનામાં જાત ક્યાં ખોળાય છે?
એક અણધાર્યું મિલન એનું હજી
સ્વપ્ન થઈ આંખોમહીં ઘોળાય છે.
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
દર્દની બારાખડી ઘૂંટો પછી,
આ કલમને શ્યાહીમાં બોળાય છે.
લ્યો ધરમકાંટો તમે ઉન્માદનો,
સ્પર્શ ‘ચાતક’ એમ ક્યાં તોળાય છે?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ સાવ સાચી વાત ..સુંદર અભિવ્યક્તિ…
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
દર્દની બારાખડી ઘૂંટો પછી,
આ કલમને શ્યાહીમાં બોળાય છે.
સાવ સાચી વાત. એ તો જે લખે એને જ ખબર પડે.
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
દર્દની બારાખડી ઘૂંટો પછી,
આ કલમને શ્યાહીમાં બોળાય છે.
… ખૂબજ સરસ અને આગવા અંદાજ ભરી સુંદર ગઝલ માટે અભિનંદન.
બીજ થઈ દટાયા અમે…..રમેશ પટેલ(આકાશદીપ)
કેફમાં ભૂલ્યા કરું…..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
આપણા થકી આપણું સાચું પ્રતિબિંબ આયનામાં મળતું નથી.
બીજા દર્શાવે છે, ત્યારે આપણને તે ગમતું નથી.
ભાવનાઓનો ભંડાર. અભિનંદન.
ખુબ જ સરસ ગઝલ…દક્ષેશભાઇ.. બધાજ શેર સરસ ભાવપુર્ણ છે… અભિનંદન
સરસ ગઝલ.
બહુ જ સરસ રચના !
દર્દની બારાખડી ઘૂંટો પછી,
આ કલમને શ્યાહીમાં બોળાય છે.
દક્ષેશભાઈ.. બહુ સુંદર ગઝલ લાવ્યા..
બીજ જ્યારે ધરતીમાં ધરબાય છે
તો બની અંકૂર ફૂટી જાય છે….
સાવ સત્ય!!
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે. આ શેર વિષેશ ગમ્યો!!
સપના
રાત દિન આયનામાં જોતા જોતા ચહેરો તો ઘસાય ગયો પણ આયને ઘસરકો એક્યે નથી ……
રાત-દિ કોશિશ કરો તોયે કદી,
આયનામાં જાત ક્યાં ખોળાય છે ?……..
સુંદર રચના !
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
વાહ..સુંદર અભિવ્યક્તિ
ખુબ સરસ વાત કરી દક્ષેશ. આયનામાં જાત ક્યાં ખોળાય છેં.
એક વાક્યમાં ખુબ સરસ કહ્યું …. લોહીના સંબંધ પણ અક્ષત નથી, લાગણીઓથી સતત ડહોળાય છે.
જીવનનું સત્ય કહ્યુ ભાઈ. બહુ જ સરસ.
સાવ સાચી વાત…આયનામાં જાત દેખાય છે, ખોળાતી નથી..સરસ ગઝલ…
વાહ! ફરી ફરી જઈને આયનામાં જોઇ આવ્યો, પણ વાત ચાતકની સાચી ઠરી!