પ્રેમનાં ઓજાર છે,
લાગણીની ધાર છે.
દોસ્ત, સંબંધો અહીં,
ધીકતો વ્યાપાર છે.
બોલકા સંવેદનોની
ચોતરફ ભરમાર છે.
રોજ મુઠ્ઠી સ્મિત ને,
રોજ મિથ્યાચાર છે.
દંભને અસત્યનો,
થાય જયજયકાર છે,
લાંચ ને રુશ્વત થકી,
થાય બેડો પાર છે.
સ્વપ્ન પોતીકાં નથી,
જિંદગી નાદાર છે.
છે અહંનું મૃગલું,
પારધી લાચાર છે.
પંચભૂતોનો હવે,
પાંગળો આધાર છે.
કોણ ચાતક કરગરે?
શ્વાસ બાકી ચાર છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ ગમી.
પ્રેમનાં ઓજાર છે,
લાગણીની ધાર છે.
દોસ્ત, સંબંધો અહીં,
ધીકતો વ્યાપાર છે.
સચોટ વ્યંગ
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
સરસ ગઝલ !!
સપના
સનાતન સત્યની ધારદાર રજૂઆત..
પ્રેમનાં ઓજાર છે,
લાગણીની ધાર છે.
દોસ્ત, સંબંધો અહીં,
ધીકતો વ્યાપાર છે….
ખુબ સરસ ગઝલ…
સરસ ગઝલના આ શેર ગમ્યા.
સ્વપ્ન પોતીકાં નથી,
જિંદગી નાદાર છે.
છે અહંનું મૃગલું,
પારધી લાચાર છે.
સરસ ……
વાહ! ભાઈ ‘ચાતક’ વાહ! લય અને લહેકો અને લપસણા સબંધોની વાતો ખૂબજ સરસ રીતે કહી છે. મજા પડી.
‘સાજ’ મેવાડા
સ્વપ્ન પોતીકાં નથી,
જિંદગી નાદાર છે.
છે અહંનું મૃગલું,
પારધી લાચાર છે.
ખુબ જ સુંદર. દક્ષેશ તમારી પ્રતિભા છલકાય છે રચનાથી પણ સુંદર !!
દંભને અસત્યનો,
થાય જયજયકાર છે,
લાંચ ને રુશ્વત થકી,
થાય બેડો પાર છે…… વાહ વાહ ખુબ જ સરસ વાત કહી ભાઇ …અને બાકીના બધા જ શેર સરસ થયા છે… ધન્યવાદ
દોસ્ત, સંબંધો અહીં,
ધીકતો વ્યાપાર છે…
આખી ગઝલ ગમી.
ધન્યવાદ !
પંચભૂતોનો હવે,
પાંગળો આધાર છે.
કોણ ચાતક કરગરે?
શ્વાસ બાકી ચાર છે.
સરસ વાત .ધન્યવાદ !