કંઠમાં ડૂમો વળે તો શ્વાસ ગરણું થાય છે,
કેટલી આંખો રડે તો એક ઝરણું થાય છે !
એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં,
એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ?
વૃક્ષની ઉદારતા સૌને સહજ સ્પર્શી શકે,
એટલે તો આ ધરા પર આમ તરણું થાય છે.
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવરણું થાય છે.
શું કહે ‘ચાતક’ દીવાની બાઈ મીરાંના વિશે,
એ થકી મેવાડ આખું શ્યામવરણું થાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સરસ ! અભિનન્દન !
દક્ષેશભાઇ …નખશિખ ….સાંગોપાંગ.. દરેક શેર ભાવવાહી… ખુબ જ મઝા આવી.. અભિનંદન્
ખૂબજ સુંદર રચના, આનંદ થયો.
“સાજ” મેવાડા
કંચનકુમારીની પંક્તિઓ ખૂબ જ ગમી.
વધુ લખે તો ? કાવ્ય સરસ છે. આભાર !
રાત મારી રડી રડી ને થાકે ;પછી જ કેમ મોંસુઝણુ થાય છે?
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવરણું થાય છે……સારો શેર છે.
મક્તામાં દિવાની શબ્દની જોડણી ખોટી છે….
મક્તા આમ બદલી શકાય….
બાઈ મીરાં પ્રેમ દીવાની બની ‘ચાતક’ જુઓ ,
એ થકી મેવાડ આખું શ્યામવરણું થાય છે.
[જોડણી સુધારી લીધી છે. સૂચન બદલ આભાર. – admin]
કંઠમાં ડૂમો વળે તો શ્વાસ ગરણું થાય છે,
કેટલી આંખો રડે તો એક ઝરણું થાય છે !
એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં,
એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ?
શું કહે ‘ચાતક’ દિવાની બાઈ મીરાંના વિશે,
એ થકી મેવાડ આખું શ્યામવરણું થાય છે.
આખી ગઝલ સરસ થઈ છે પણ આ ત્રણ શેર વધારે ગમ્યા.
એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં,
એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ?………વાહ!!
સશક્ત મત્લા અને મક્તા સાથે એક સ-રસ ગઝલ.
એ થકી મેવાડ આખું શ્યામવરણું થાય છે…..
સુંદર રચના !
સરસ અભિવ્યક્તિ
વૃક્ષની ઉદારતા સૌને સહજ સ્પર્શી શકે,
એટલે તો આ ધરા પર આમ તરણું થાય છે.
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવરણું થાય છે.
સરસ
હિમાંશુભાઈ,
પ્રતિભાવ બદલ આભાર.
મીરાંબાઈને વિશે – કરતાં – મીરાંબાઈના વિશે – એમ લખવાનું કારણ માનવાચક અભિવ્યક્તિ છે. બંને ચાલી શકે પણ મને બીજી રીત વધુ યોગ્ય લાગી. બીજા કવિમિત્રો પ્રકાશ પાડશે તો ગમશે.
બહુ જ સરસ થઈ છે ગઝલ, અને ખાસતો આ જચ્યું…
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવરણું થાય છે.
બાઈ મીરાંના વિશે,………અહી બાઈ મીરાને વિશે–વધારે યોગ્ય રહેશે, વિચારી જોજો..
આમ તો આખી યે ગઝલ સરસ બની છે.પણ સૌથી વધુ આ શેર ગમ્યો કે,
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવરણું થાય છે.
સૌથી પહેલા તો આ પોસ્ટ માટેના ઈ-મેઈલ માટે આભાર.
Very moving. Unlike you, I can’t express my feeling in words. But you made my day. Keep it coming.
સરસ વાત લાવ્યા દક્ષેશભાઈ,
મને અત્યારે જે પોસ્ટ થયો છે એ મત્લા વધુ ગમ્યો.
અભિનંદન.
ગઝલ બહુ જ ગમી.
ગઝલ લખાઈ ત્યારે સૌથી પ્રથમ બે શેર આમ લખેલા પરંતુ પછીથી બદલવાનું મન થયું અને એક જ શેર ઉપર પ્રમાણે લખ્યો.
સ્વપ્નને ગાળી શકે એવુંય ગરણું થાય છે,
શક્યતાઓના શહેરમાં રોજ ભરણું થાય છે.
આપણી આંખોમહીં એ તો ફકત મોતી થતે,
એમની આંખો રડે તો એક ઝરણું થાય છે !