Press "Enter" to skip to content

રાતભર

શ્વાસમાં શ્વાસો સરે છે રાતભર,
લાગણીઓ ખળભળે છે રાતભર.

ઘુંટ પીવા રેશમી પરછાંઈના,
વ્યર્થ આદમ સળવળે છે રાતભર.

નૂર આંખોમાં ભરીને ચાંદનું,
તારલાઓ ઝળહળે છે રાતભર.

સાંજનું મન રાખવા સૂરજ થઈ
કૈંક દીપક કરગરે છે રાતભર.

એક-બે સપનાં બની પારેવડાં,
સાવ સૂનાં ફડફડે છે રાતભર.

આંખમાં અશ્વો પ્રતિક્ષાના હશે,
કેમ ચાતક હણહણે છે રાતભર ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

 1. yAtRi
  yAtRi September 22, 2010

  માનવ મનની યોનીઓ જૂની મથામણને શબ્દોના સરસ વાઘા પહેરાવી ઝણઝણાવી દીધી પલભર! ચાતકની કલમના કામણ કંઈક સુષુપ્ત ભાવોને ઢંઢોળી જાય છે.
  આભાર!

 2. Pancham Shukla
  Pancham Shukla September 22, 2010

  રાતભર રદીફને સરસ નીભાવ્યો છે. સુંદર ગઝલ.

 3. pragnaju
  pragnaju September 22, 2010

  સરસ ગઝલ
  આ શેર ગમ્યો
  ઘુંટ પીવા રેશમી પરછાંઈના,
  Enantiodromia launches ‘a different perspective. We begin to travel through the healing spirals…straight up’. Here the struggle is to retain awareness of the પરછાંઈ, but not identification with it. ‘Non-identification demands considerable moral effort…prevents a descent into that darkness’; but though ‘the conscious mind is liable to be submerged at any moment in the unconscious… understanding acts like a life-saver. It integrates the unconscious reincorporates the પરછાંઈ into the personality, producing a stronger, wider consciousness than before. ‘Assimilation of the પરછાંઈ gives a man body, so to speak’, and provides thereby a launching-pad for further
  individuation. ‘The integration of the પરછાંઈ, or the realization of the personal unconscious, marks the first stage of the analytic process…without it a recognition of anima andanimus is impossible’, and becomes the center of the individuation quest. Conversely ‘to the degree to which the પરછાંઈ is recognized and integrated, the problem of the anima, i.e., of relationship, is con stellated’
  Neveretheless Jungians warn that ‘acknowledge of the પરછાંઈ must be a continuous process throughout one’s life’ and even after the focus of individuation has moved on to the animus/anima, ‘the later stages of પરછાંઈ integration’ will continue to take place – the grim ‘process of washing one’s dirty linen in private’, accepting one’s પ ર છાં ઈ .
  વ્યર્થ આદમ સળવળે છે રાતભર.
  યાદ આવી
  રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
  ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.

 4. સરસ ગઝલ,
  પ્રતિકો અને રાતભર જેવો રદિફ , ભાવ અને અભિવ્યક્તિ વડે ધારી અસર ઉપજાવી શક્યા છે. અભિનંદન.
  મને લાગે છે, સાંજનું મન રાખવા સૂરજ બની(થઈ ની જગ્યાએ) હોવું જોઇએ,જો સૂરજ ને ગાગા ગણાયો હોય તો!

 5. Daxesh Contractor
  Daxesh Contractor September 23, 2010

  મહેશભાઈ,
  ગઝલનો છંદ ગાલગાગા ગાલગાગા ગાલગા છે.
  સૂરજ ને ગાગા જ ગણ્યો છે અને થઈમાં ઈને ગુરુ ગણી લગા થાય છે. આથી છંદ પ્રમાણે બરાબર લાગે છે. આપના સૂચન પ્રમાણે થઈની જગ્યાએ બની પણ કરી શકાય પરંતુ થઈ યોગ્ય લાગે છે.
  સૂચન માટે આભાર.

 6. Himanshu Patel
  Himanshu Patel September 23, 2010

  પ્રેમની સેન્દ્રિયતાને નોખી રીતે રજુ કરવાની અભિવ્યક્તિ ખુબ ગમી.

 7. Sudhir Patel
  Sudhir Patel September 23, 2010

  સુંદર ભાવસભર ગઝલ!
  સુધીર પટેલ.

 8. વિવેક ટેલર
  વિવેક ટેલર September 23, 2010

  સુંદર રચના…

  પણ કાફિયાદોષ થયો છે. મત્લામાં મળે અને ખળભળે વાપર્યા પછી સળવળે અને ઝળહળે સુધી બરાબર છે પણ એ પછી ફડફડે, કરગરે કે હણહણે ન વાપરી શકાય. જો આ રીતના કાફિયા વાપરવા હોય તો માત્ર મત્લાના શેરમાં બેમાંથી એક કાફિયા બદલી નાંખશો તો ગઝલ સરસ થશે…

  છેલ્લા શેરમાં પ્રતીક્ષા અને ચાતક બે રૂપક બરાબર છે પણ ચાતક ટહુકા કરે કે પછી હણહણે? અને ચાતક સાથે અશ્વના બદલે વિરહના વાદળ વધુ સુસંગત નહીં લાગે?

 9. Sapana
  Sapana September 23, 2010

  સાંજનું મન રાખવા સૂરજ થઈ
  કૈંક દીપક કરગરે છે રાતભર.

  દક્ષેશભાઈ આમ તો આખી ગઝલ ગમી ..પણ આ લાઈનો મનને જચી ગઈ..
  સપના

 10. Kirtikant Purohit
  Kirtikant Purohit September 23, 2010

  સ-રસ ગઝલ બની છે. ચાતક હણહણે વાળી વાત નવી છે.

  સાંજનું મન રાખવા સૂરજ થઈ
  કૈંક દીપક કરગરે છે રાતભર.

  વાહ …

 11. Daxesh Contractor
  Daxesh Contractor September 23, 2010

  વિવેકભાઈ,
  કાફિયાદોષ અંગે ધ્યાન દોરી સમજૂતી આપવા બદલ આભાર. આપના સૂચન મુજબ સુધારો કરીને પ્રથમ પંક્તિમાં ભળેને બદલે સરે કર્યું છે. બીજું, ચાતક હણહણે એ વાત વિચિત્ર લાગે પણ એમ થવાનું કારણ ઉપરની પંક્તિમાં દર્શાવેલું જ છે. મુળભૂત પ્રકૃતિ કે ગુણધર્મને અતિક્રમી જવાની હદ સુધી જવું એ સંવેદનની તીવ્રતા દર્શાવે છે – એવો ભાવ છે.

 12. Manhar Mody
  Manhar Mody September 24, 2010

  સુંદર ગઝલ. ચાતક હણહણવાની વાત નવતર લાવ્યા.

 13. Dilip
  Dilip September 29, 2010

  સાંજનું મન રાખવા સૂરજ થઈ
  કૈંક દીપક કરગરે છે રાતભર.
  ખુબ સુંદર ગઝલ સાધ્યન્ત માણી પ્રતિકોથી ભરપૂર.

 14. Sacha
  Sacha November 17, 2010

  આભાર તારો કે આવી મિત્રતા આપી,
  આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

  દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
  પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…

  કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
  મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

  નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
  આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

  હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
  તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી….

 15. Atul
  Atul November 19, 2010

  ચાતક ની કલમ ને સલામ.

Leave a Reply to Sacha Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.