મિત્રો, સ્વપ્નજગતની વાસ્તવિકતાને વાચા આપતું ગીત.
સપના કહે છે મને સપનામાં આજકાલ,
શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?
આઠે પહોર રાત ને તડકા પડે નહીં,
મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં,
ટહુકાઓ ના કરે અહીં ચૂપકીદીઓ ફરાર … સપના.
ઘૂંઘટને ખોલતી નથી કળીઓ સવારમાં,
ભમરાઓ ડોલતાં નથી અહીં તો બહારમાં,
કલકલ નિનાદ ના કરે ઝરણાંઓ કોઈ વાર … સપના.
ઝાકળનું બુંદ થઇ તને સ્પર્શી શકું નહીં,
ચાતકની જેમ હું કદી તરસી શકું નહીં,
મેઘધનુના ઢાળ પર રહેવું પડે ધરાર … સપના.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સપના કહે છે મને સપનામાં આજકાલ,
શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?
ખુબ જ ગમ્યું !!
very good……… wonderful words.
congratulations.. i enjoyed seven colors of megh dhanush in these black words
સપના કહે છે મને સપનામાં આજકાલ,
શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?
ખુબ સુંદર ગીત ગાવાની મજા પડી જાય તેવું..જાણે કે સ્વપ્ન પર સ્વામિત્વ હોય તેવી અદાથી સપના કહે છે..
સરસ ભાવ અને લયબધ્ધ ગીત લખ્યું છે. ખૂબજ ગમ્યું, ઉઠાવ ઘણો સુંદર છે.
“સાજ” મેવાડા
વાહ મિત્ર!
મજા આવી…આ વધારે ગમ્યું,
આઠે પહોર રાત ને તડકા પડે નહીં,
મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં
-અભિનંદન.
સુંદર ભાવવાહી ગીત!
અંતિમ બંધ બહુ જ સરસ થયો છે!
સુધીર પટેલ.
સરસ પરંપરાનુ ગીત, નવી વાક્ય રચના સાથે—
મેઘધનુના ઢાળ પર રહેવું પડે ધરાર…
ઝાકળનું બુંદ થઇ તને સ્પર્શી શકું નહીં,
ચાતકની જેમ હું કદી તરસી શકું નહીં,
મેઘધનુના ઢાળ પર રહેવું પડે ધરાર … સપના.
વાહ !
શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?
વાહ !