મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે આપને ગમશે.
આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં.
મૃગજળની ધારણા અહીં વ્હેતી હશે કદી,
એથી તો હાંફતા મને હરણાં મળી ગયાં.
ઉદભવની શક્યતા વિશે અટકળ કરી શકું,
બે-ચાર વાદળાં મને જળમાં મળી ગયાં.
ઝાકળને બાતમી હશે એના નગર વિશે,
કારણ કે બાગમાં મને પગલાં મળી ગયાં.
એકાદ જો ખુશી હતે, વ્હેંચી શકત નહીં,
સારું કે એમનાં મને ઢગલાં મળી ગયાં.
કેવી કઠિન સાધના ‘ચાતક’ કરી હશે,
કરગરતાં ઝાંઝવા મને હમણાં મળી ગયાં.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
After a long time a Ghazal with a smell of freshness and also the zephyr of newness. I could see some hope and a liveliness, again to let ourselves realise that life is truly beautiful.
સુન્દર ગઝલ ..દ્રષ્ટી મળે તો જાણે કે સૃષ્ટિ જ મળી જાય..કવિને તો દ્રષ્ટા કહ્યો છે..કવિર્મનિષી તેમ પણ ઇષાવાસ્યમ કહે,..ફરી ફરી માણી આપની ગઝલ….
એકાદ જો ખુશી હતે, વ્હેંચી શકત નહીં,
સારું કે એમનાં મને ઢગલાં મળી ગયાં.
… વાહ વાહ મઝાની ગઝલ … જબરી ….. જમાવટ કરી ભાઇ. ધન્યવાદ.
સરસ ગઝલ થઈ છે, દક્ષેશભાઈ
કારણ કે બાગમાં મને પગલાં મળી ગયાં ! વાહ રે વાહ !
વાહ સરસ ગઝલ..
વાહ ! દક્ષેશભાઇ,
છંદમાં લખવા માંડ્યા તે ગમ્યું….મત્લા ખૂબ સરસ છે….
અભિનંદન
સુંદર ગઝલ.
ઉદભવની શક્યતા વિશે અટકળ કરી શકું,
બે-ચાર વાદળાં મને જળમાં મળી ગયાં.
આ જરા વધારે ગમ્યું.
અભિનંદન.
શ્રી દક્ષેશભાઇ
वाह क्या बात है ! મને પણ ઘણાં દિવસે કોમ્પુટર ખોલતાની સાથે સરસ ગઝલનું એક ઝરણું જાણે મળી ગયું.
આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં.
સુંદર શબ્દોની સુંદર પંકતિ
– પ્રફુલ ઠાર
આંખો જરી ખુલી અને સપનાં ફળી ગયાં,
રેતીના ગામમાં મને ઝરણાં મળી ગયાં.
વાહ દક્ષેશ ભાઇ, શરુઆતની પંક્તિથી જ પકડ જમાવી દીધી. સુંદર. બહુ જ સુંદર.
ખૂબ સરસ ગઝલ!
સુધીર પટેલ.
સરસ વહેતી ગઝલ…. કરગરતાં ઝાંઝવા મને હમણાં મળી ગયાં.
દક્ષેશભાઈ સરસ સપનાં ફળ્યા..
સપના
ઝાકળને બાતમી હતી એના નગર વિશે,
કારણ કે બાગમાં મને પગલાં મળી ગયાં.
ખુબ સુન્દર ગઝલ ..વાહ દક્ષેશભાઈ…
બહોત ખૂબ! ચાતકના પોકાર લા-જવાબ!