મિત્રો, બેહાલ માનવીની વ્યથા વ્યક્ત કરતી ગઝલ. આશા છે આપને ગમશે.
જિંદગી બેહાલ છે પણ જીવતો રાખ્યો મને,
એ સમયની ચાલ છે કે જીવતો રાખ્યો મને.
હું વીંધાવા નીકળ્યો તો, કો’ સુવર્ણમૃગ સમ,
કો’ક નબળા પારધીએ જીવતો રાખ્યો મને.
પ્રેમ તો એવી બલા છે કોઈને છોડે નહીં,
આગ નફરતની હશે કે જીવતો રાખ્યો મને.
કર્મનો સિધ્ધાંત છે ફળ ભોગવો નિજ કર્મના,
કેટલા ભારણ હશે કે જીવતો રાખ્યો મને.
એમ તો સ્હેલું હતું ડૂબી જવું સમદરમહીં,
ચંદ શ્વાસોના જહાજે જીવતો રાખ્યો મને.
ક્યારનો ફાટી જતે ‘ચાતક’ અમારોયે પતંગ,
ક્ષીણ આશાદોર બાંધી જીવતો રાખ્યો મને.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
તમારી ગઝલ ખૂબ ગમી પણ એક વાત છે કે એમા રચનાકાર તરીકે તમે તમારું નામ લખ્યું છે. મારો વ્હાલો જો ખોળ્યામાં ના હોત તો ? તમારી રચનામાં એ પરમકૃપાળુ પરમાત્માને હંમેશા દર્શાવજો. આભાર મિત્ર.
સુંદર ભાવાભિવ્યક્તિ કરતી રચના!
સુધીર પટેલ.
Priy Daxeshbhai,
Very nice gazal and nicely crafted all shers. CONGRATS
વાહ ભઇ વાહ ક્યા બાત હૈ !
પ્રફુલ ઠાર
કર્મનો સિધ્ધાંત છે ફળ ભોગવો નિજ કર્મના,
કેટલા ભારણ હશે કે જીવતો રાખ્યો મને.
આમ સારી ગઝલ પણ ઉપરના મિત્રો સાથે સંમત.
દોર તમારે હાથ રાખી, ગોથા ખવડાવી અનેક જીવતો રાખ્યો મને…..
સુંદર ગઝલ !
કાફિયા દરેક શેરમાં ચુસ્તપણે જળવાયા હોત
તો નખશિખ ગઝલ બનત !
આ શેર ખૂબ ગમ્યો-
એમ તો સ્હેલું હતું ડૂબી જવું સમદરમહીં,
ચંદ શ્વાસોના જહાજે જીવતો રાખ્યો મને.
અભિનંદન !
દક્ષેશભાઈ ખુબ જાનદાર ગઝલ એક સે બઢકર એક શેર તમે ઓછા શેર પણ ચુનંદા હોય છે
ક્યારનો ફાટી જતે ‘ચાતક’ અમારોયે પતંગ,
ક્ષીણ આશાદોર બાંધી જીવતો રાખ્યો મને.
પરંપરાગત વિચારોને પણ આપની શૈલી તાજગી આપી જાય છે ગઝલની બાની, તગઝ્ઝુલ્.
ખુબ ગમી.. મત્લાના શેરમાં બેહાલ અને ચાલ પ્રાસ પહેલી નજરે લાગે !!
વાહ
માફ કરજો દક્ષેશભાઇ આ રચનાને ગઝલ ન કહી શકાય. આપ ગઝલનું બંધારણ, છંદ, રદિફ, કાફિયા વિગેરેનો અભ્યાસ કરો. આશા રાખું કે આપ હવે પછી ખરેખર સાચી ગઝલ લખી બતાવશોજી. કોઇ પણ પૂર્વગ્રહ વગર આ અભિપ્રાય લખું છું.
ગઝલનો ઉસ્તાદ નથી એટલે બીજી ટીપ્પણી કર્યા વગર કહું છું કે રચનાનો ભાવ ઘણો સુંદર છે.
હું વીંધાવા નીકળ્યો તો, કો’ સુવર્ણમૃગ સમ,
કો’ક નબળા પારધીએ જીવતો રાખ્યો મને.
સરસ ગઝલ.
ક્યારનો ફાટી જતે ‘ચાતક’ અમારોયે પતંગ,
ક્ષીણ આશાદોર બાંધી જીવતો રાખ્યો મને.
સરસ ગઝલ. મહેશભાઈની વાત સાચી લાગે છે..
સપના
અભિવ્યક્તિ સરસ પણ મત્લામાં બેહાલ અને ચાલ કાફિયા સ્થાપિત થયા પછી કોઇ કારણોસર આગળ જળવાયા નહીં….! Pragnaju -ની ટિપ્પણી બાબતે વિચાર કરવા જેવો ખરો.
રદિફ સરસ આવ્યો છે….
મારી વૅબસાઈટ પર ૨૦૦મી ગઝલ -દોડતો રાખ્યો મને- રદિફ પર લખાયેલી પોસ્ટ કરેલી http://drmahesh.rawal.us/?p=1021
વાહ વાહ સરસ ગઝલ…
પ્રેમ તો એવી બલા છે કોઈને છોડે નહીં,
આગ નફરતની હશે કે જીવતો રાખ્યો મને.
કર્મનો સિધ્ધાંત છે ફળ ભોગવો નિજ કર્મના,
કેટલા ભારણ હશે કે જીવતો રાખ્યો મને.
સરસ.
આજે ગુજરાતીમા શાયરી વાળાએ સમજવા જેવું છે કે, કોઇ ઉસ્તાદની ઈસ્લાહ વિના શાયરી લખાઈ નથી. ઉસ્તાદની હેસિયત ધરાવતા શાયરોની તંગી નથી,તેમના કલામોનો અભ્યાસ,છંદ શાસ્ત્રના પુસ્તકોનો ઝીણવટ પુર્વકનો અભ્યાસ સાચી ગઝલ, મુકતક,કે રૂબાઈનું સર્જન કરાવી શકશે.
તમારી ગઝલમાં ભાવ જ માત્ર નહિ, પ્રાણ પણ છે.
રચનાનો ભીતરી ભાવ સંતર્પક લાગ્યો. છંદ પણ જળવાય છે.
જો કે યોગ્ય કાફિયાની કમીને કારણે મોટાભાગના ગઝલકારો આને ગઝલ ગણશે નહી. કાફિયા વિશે વિચારી જોજો.
વાહ, બહુ સરસ.
સરયૂ પરીખ