મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.
તું વસે જો સાત સમદર પાર તો,
થૈ વિહગ ઉડવાને પાંખો આપ તું.
ને વસે જો સૃષ્ટિના કણ કણ મહીં,
તો, નીરખવા દિવ્ય આંખો આપ તું.
કેટલા દિવસો ગયા તારા વિના
બસ.. હવે મળવાની રાતો આપ તું.
આવવું તારું અહીં અવસર થશે,
આશ જડવા બારસાખો આપ તું.
શક્ય છે, તુજ મૌન પણ પીગળી જશે,
એક-બે કહેવાની વાતો આપ તું.
ના મને કોઈ સબંધોની ખબર
એટલે મળવાનો નાતો આપ તું.
તું પ્રકટશે સૂર્ય થૈ, શ્રદ્ધા મને,
બસ, ફકત અણસાર ઝાંખો આપ તું.
પ્યાસ છલકે કેટલી ચાતક-અધર
એ શમવવા બુંદ લાખો આપ તું.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ સરસ……
આ ગીત ની લઢળ ખૂબ જ રોમાંચક લાગી અને એથીયે રોમાંચક છે આ વિચાર…..
મને ગમ્યું ….
Dear Daxesh,
sorry to admit that I am not regular visitor of this blog but just saw your creation above – “અણસાર ઝાંખો આપ તું”. It is very rich creation and even richer thoughts in it. So amazing to see that you are still posses and nurture such affluent thoughts in this fast material country. It is sad that we, being your friends, are unable to receive some shades from your deep knowledge bank. Hope you keep spreading the Gujarati language and Indian culture.
Also, apologize for not writing this comment in Gujarati… it is just because of lack of effort to learn Gujarati-keyboard.
Best wishes
-Manish
તું વસે જો સાત સમદર પાર તો,
થૈ વિહગ ઉડવાને પાંખો આપ તું.
મનની પાંખે ઉડો
ને વસે જો સૃષ્ટિના કણ કણ મહીં,
તો, નીરખવા દિવ્ય આંખો આપ તું.
આંખો બંધ કરો, ભાવ કરો અને નીરખી લ્યો
કેટલા દિવસો ગયા તારા વિના
બસ.. હવે મળવાની રાતો આપ તું.
રાત હોય કે દિવસ મળવા માટે તલસાટ જોઈએ
આવવું તારું અહીં અવસર થશે,
આશ જડવા બારસાખો આપ તું.
એવો પોકાર કર્યો છે (૪-૪ વર્ષથી) ? તો કોઈ આવીને અવસર બનાવે
શક્ય છે, તુજ મૌન પણ પીગળી જશે,
એક-બે કહેવાની વાતો આપ તું.
તમારુ સ્વર્ગારોહણ ખુબ જ સરસ છે, “મા” ને મારા પ્રણામ પાઠવશો.
ના મને કોઈ સબંધોની ખબર
એટલે મળવાનો નાતો આપ તું.
સંબધ ની શું જરૂર છે? મનમાં ભાવ જોઈએ
તું પ્રકટશે સૂર્ય થૈ, શ્રદ્ધા મને,
બસ, ફકત અણસાર ઝાંખો આપ તું.
ઈશ્વર તો રો’જ રોજ કેટકેટલી રીતે અણસાર આપે છે, માત્ર આપણી દૃષ્ટી જોઈએ
પ્યાસ છલકે કેટલી ચાતક-અધર
એ શમવવા બુંદ લાખો આપ તું.
અરે ! ભાઈ એક બૂંદ પણ બસ થઈ જાય છે.
સુંદર રચના !
તાજગી અને રજૂઆત સરસ છે.
ખુબ સરસ……