બરાબર આજથી બે વરસ પૂર્વે અકસ્માતમાં વિદાય થનાર માસી (જ્યોતિબેન) ને અંજલિ આપતી મારી આ રચના.
સ્મિત હોઠો પર લઈ ચાલી ગયા માસી,
આશિષ અંતરથી દઈ ચાલી ગયા માસી.
એવી હતી અમ ધારણા સંગાથ કાયમનો,
મિથ્યા કરી, પળવારમાં ચાલી ગયા માસી.
નિસ્વાર્થ સેવા, ન્યાય, નીતિ, પ્રેમ, ખુદ્દારી,
દઈ સદગુણોનો વારસો ચાલી ગયા માસી.
કૈં દીન, દુઃખી આર્તના અંધાર જીવનપથ,
જ્યોતિ બની અજવાળતા ચાલી ગયા માસી.
મહેંકી ઉઠે છે ફુલથી કૈં ઘર ગલી ઉપવન
મ્હેંકાવતા મન-ઉપવનો ચાલી ગયા માસી.
કાયમ રહેશે સંસ્મરણ, સ્મૃતિઓ અંતરમાં
ઝાકળ થઈ છો પુષ્પથી ચાલી ગયા માસી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
તમારા માસીને અમારી પણ અંજલી. God bless her. Pray to almighty god that her divine soul attain the spiritual world.
Hare Krishna Krishna Krishna
Hare Ram Hare Hare
ખુબ જ સરસ વેબસાઈટ બનાવી છે. ગુજરાતી રચના ખુબ જ સરસ લાગી.
પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ અર્પે.
તમારા માસીને અમારી પણ અંજલી….ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Daxesh….Not seen you on Chandrapukar lately….Hope to see you soon !
કાયમ રહેશે સંસ્મરણ, સ્મૃતિઓ અંતરમાં
ઝાકળ થઈ છો પુષ્પથી ચાલી ગયા માસી.
દક્ષેશભાઈ, ધન્યવાદ.માસીને સુંદર રીતે અંજલી આપી !
માસીને આ રીતે અંજલી આપવાની આ અનોખી રીત ગમી! સુંદર રચના.
માસીને સારી અન્જલિ આપી. ધન્યવાદ.
સારી ગઝલ….
દક્ષેશભાઇ
આજે ૨૧મી માર્ચ છે. આ દિવસને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. સમગ્ર વિશ્વગુર્જરીને આ દિવસની હાર્દિક શુભેચ્છા. ગુજરાતી કવિતાનો સતત અભિષેક કરતા બ્લોગસ ટહૂકો, લયસ્તરો,મિતિક્ષા, ઊર્મીસાગર, રણકાર,ગાગરમા સાગર અને આવા અનેક બ્લોગ્સના સંચાલકોને ‘અભિષેક’ તરફથી હાર્દિક શુભેચ્છા. આપણા સહુના સહિયારા પ્રયાસો વડે આ શબ્દાભિષેક સતત થતો જ રહેશે એવી ખાતરી છે. આજના દિવસવિશે વધુ માહિતી વાંચવા માટે આ લીંક અનુસરો. http://www.krutesh.info/2010/03/blog-post_21.html