પ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે.
*
*
આંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું,
કંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું,
લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો,
ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું.
*
શેર માટી ખોટ હો ત્યાં બાળપણ ન લાવ તું,
રાજગાદી ઠોઠ હો ત્યાં શાણપણ ન લાવ તું,
પ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,
એને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.
*
જે સભામાં હો દુઃશાસન, રાજ હો ધૃતરાષ્ટ્રનું,
જે સભામાં માન હો ના ધર્મનું, મર્યાદનું,
જે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,
એ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.
*
દૃશ્યમાં બાધા કરે એવા વમળ ન લાવ તું,
ના જુએ કોઈ ભ્રમર, એવા કમળ ન લાવ તું,
જ્યાં હસે, હૈયે વસે, જાહોજલાલી સ્મિતની,
(એ) ઊપવનોના શહેરમાં દુષ્કાળને ન લાવ તું.
*
સૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું
લક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું
લડખડે જેનાં થકી આ ઉન્નતિ કેરાં કદમ
બેઈમાની, સ્વાર્થ, સત્તા-લોભને ન લાવ તું.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઈ, મુક્તક ગમ્યા.
બધા જ મુક્તક કાબિલ-એ-તારિફ છે, પરંતુ આ વધુ ગમ્યું ….
સૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું
લક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું
લડખડે જેનાં થકી આ ઉન્નતિ કેરાં કદમ
બેઈમાની, સ્વાર્થ, સત્તા-લોભને ન લાવ તું.
દક્ષેશ ભાઈ,
આપના અવાજમાં જ આપના મુક્તક સાંભળ્યા.. પ્રેમ વાળી વાત ગમી..
લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો,
ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું.
અને
જે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,
એ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.
આ બન્ને મુક્તકો ખૂબ ગમ્યા.
ખૂબ જ સુંદર અર્થસભર મુકતકો માણવાની મજા આવી!
સુધીર પટેલ.
બધા મુક્તક સરસ છે
પ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,
એને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.
દક્ષેશભઈ, નમસ્કાર.. ખુબ ખુબ સુંદર સન્દેશ આપતા મુક્તકો..અન્તરના ઊંડાણમાંથી આવેલા છે.
અહી મને યાદ આવી ગયું..અનારમ્ભો હી દોષેણ પ્રથમામ બુદ્ધિ લક્ષણમ… પ્રેમ બહુ ઉંચુ મૂલ્ય છે.
સૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું
લક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું
ઘણી સરસ વાત આ મુક્તકમાં કહી છે પણ વિઘ્ન પણ કસોટી માટે અને ઘડવા માટે આવતા જ હોય છે.
બધા મુક્તકોના અનુપ્રાસ સમાન હોવાથી પઠનની ખુબ મજા આવી.
ખુબ ખુબ અભિનન્દન…
ઓચિંતા કોઇ મળે ને હૈયા હરખે;
રહ્યા આજ દિન સુધી કેમ ઓઝલ તે વાત ન લાવ તું …….
Dear દક્ષેશભાઈ, ખુબ સુન્દર રચના છે.
Keep it up…
ઘણા વિચારશીલ મુક્તકો. અમુક વધારે ગમ્યા.
સરયૂ પરીખ
Thank you Dakshesh, we are grateful. Good Poetry.
સરસ મુક્તકો.
સુંદર રચનાઓ…
બધા મુકતક સરસ થયા છે ‘ના લાવ તું ‘ દરેક મુક્તકમાં ધ્યાનાકર્ષક થયું છે
આ મુક્તક વધારે ગમ્યું, વાહ! વાહ!
દૃશ્યમાં બાધા કરે એવા વમળ ન લાવ તું,
ના જુએ કોઈ ભ્રમર, એવા કમળ ન લાવ તું,
જ્યાં હસે, હૈયે વસે, જાહોજલાલી સ્મિતની,
(એ) ઊપવનોના શહેરમાં દુષ્કાળને ન લાવ તું.
સરસ અર્થસભર અને ચિંતનસભર મુક્તકો. માણવાની મઝા આવી.
પ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,
એને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.
જે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,
એ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.
સુન્દર .. અભિનન્દન ..
દક્ષેશ ભાઇ સુંદર મુક્તક છે. ખરે ખર, મને ગમ્યું