મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એનું પઠન પણ આપને ગમશે.
*
*
અમથુંય ધારણાને છળવાનું બને ખરું,
એકાદ શક્યતાને ચણવાનું બને ખરું.
જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.
સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ,
તોડી, ધનુષ વિનાયે વરવાનું બને ખરું.
સૂરજને ઝંખના છે જેની યુગો યુગોથી,
પૂનમના ચાંદને પણ અડવાનું બને ખરું.
અંતરના આયનામાં ઝૂકી જરા જુઓ તો,
અણધારી શખ્શિયતથી મળવાનું બને ખરું.
મુશ્તાક હો ભલેને પુરુષાર્થ પર તમે,
ક્યારેક શીશ ચરણે ધરવાનું બને ખરું.
‘ચાતક’ તમે ભલે હો સ્વાતિના ખ્વાબમાં,
સુક્કી ધરામાં કાયમી રહેવાનું બને ખરું.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ સરસ
સરસ રચના ! આનંદ થયો !
“ચંદ્રપૂકાર”ની બીજી એનીવરસરી માટે પધારી “બે શબ્દો” લખવા વિનંતી !
– ચંદ્રવદન
સરસ રચના થઈ છે.
કવિની કલ્પનાને કોઈ ના પહોંચે એ ન્યાયે ખૂબ જ સુંદર કલ્પના છે.
લખતા રહેશો.