આજે જયંત દેસાઈ કૃત શબદ્ કાવ્યસંગ્રહમાં પ્રસ્તુત એક સુંદર ગીત માણીએ. મીતિક્ષા.કોમને પોતાના કાવ્યસંગ્રહ મોકલવા બદલ જયંતભાઈનો ખૂબ ખૂબ આભાર.
તમે વાયરાને અડક્યાં ને ફુલોની દુનિયામાં મચી ગયો કેવો શોરગુલ
વગડા પર અફવાનાં ધાડાંઓ ઉતરી પડ્યાં, કરો ભૂલ હવે તો કબૂલ.
દરિયો ને શઢ અને આથમણી રુખ અને જળ અને મૃગજળનાં છળ,
ભ્રમણાઓ લોઢ લોઢ ઉછળે ને રેતીના ઢૂવાને હોતાં હશે તળ
યાદોનાં ટેરવાંને બાઝેલા ઝાકળની આરપાર નીકળી ગઈ છે શુલ … તમે વાયરાને
સપનાંઓ ટોવા અમે રાત આખી જાગશું, ત્યારે તમને વળશે ત્યાં કળ,
પછી લાલઘુમ ચટકતું થાશે મોં સુઝણું ને પડ્યા હશે જીવતરમાં સળ,
આંધી ને ડમરી ને ધૂળ હશે, હોય નહીં ક્યાંય ઝાંખી ઘટના પર પૂલ … તમે વાયરાને
– જયંત દેસાઈ
કવિતા અને કવિ વિશે કંઇ કહેવાની મારી યોગ્યતા નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે આ નવા કવિની કવિતા પર કોઇ કાવ્ય પારખું કે કાવ્ય રસિકે નોંધ કેમ ન લીધી ? શું કવિ પ્રસિધ્ધ નથી એટલે ? કે પછી કાવ્ય…????