Press "Enter" to skip to content

મા ને ટેકો


આજકાલ ઘરડાંઘરો વધી રહ્યા છે, વૃદ્ધાશ્રમોની જાહેરાતો અખબારો તથા ટીવીમાં જોવા મળે છે. આ સ્થિતિ શરમજનક હોવા છતાં વાસ્તવિકતા હોવાથી આંખમિંચામણા કરી શકાય એમ નથી. જે માતાએ પોતે ભીનામાં સૂઈને પોતાના પેટના જણ્યાને સૂકામાં સુવડાવ્યા હોય છે તે પોતાના પાછલા દિવસોમાં ખાસ કરીને પતિની વિદાય પછી પુત્ર પાસે સહારાની અપેક્ષા રાખે છે. સંજોગોની થપાટે કે વિધિની વક્રતાને કારણે પુત્રોના હૈયા પથ્થરહૃદયી થવાની વાતો સાંભળી-વાંચી માતાને વિચાર આવે છે કે રખે મારો પુત્ર તો એવો ન નીકળે. બસ, માતાની આંખમાં ડોકાતા એ પ્રશ્નથી કવિના હૈયામાં હલચલ મચે છે. એ સંવેદનાનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. આશા રાખીએ કે આપણે આપણી જનેતાના હૈયામાં એવા પ્રશ્નને ઉદભવવા ન દઈએ.

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
‘આ પુત્ર મને સાચવશે ખરો ?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જાગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.
ફક્ત મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

– વિપિન પરીખ

2 Comments

  1. Nirali Shah
    Nirali Shah May 7, 2009

    એ તો બરાબર છે કે જે માતાઓએ પોતે ભીને સુઇ દિકરાને સૂકે સૂવડાવ્યા હોય,પણ બાકી બધાંનુ શું? હું તો બહુ skeptical માણસ છું અને એટલે ગુજરાતમાં જે commercial surrogacy ચાલે છે તે, કે પછી મારી બહેનપણી કે જેના સાસુ – સસરા એને યુ.એસ. જવાની ફરજ પાડે છે, કારણ કે એમનો મોટૉ દીકરો ત્યાં રહે છે ત્રણ વરસ મજૂરી ઓસ્ટ્રેલિયામાં કર્યા પછી અને છોકરું કરવાની ના પાડે છે અને એનો દિકરો વેવલો થાયને મા નું કહ્યું કરે છે પછી એ પુત્રવધૂ એ એને રાખવાની ના પાડી તો પોકેપોક મુકીને રડવા બેઠી તેવી માતાઓનું શું?

  2. Vimal Pandya
    Vimal Pandya August 15, 2010

    Dear Nirali
    99.99 % Father & Mothers always wish good for child & always i have seen that in USA/AUS/UK Sons and daughters call fathers and mothers when they need them during/post pregnancy. Very rare mothers are like what u explain, however husband needs to be mature enough to balance between parents and wife. your friends case is very strange where Parents are not allowing to have child. What husband is doing ? he must took mature decisions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.