સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર
આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર
એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર
છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર
એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર
-ઉર્વીશ વસાવડા
એ અનાદિ કાળ થી ગુંજે ભિતર નાદ સાંભળવા વિશે શંકા ન કર ..
ખૂબ જ સરસ !
ભિતર નો સૂર તારો સહેજે મળે તો
ભલે દુનિયા નો સૂર જાય દૂર.