દોસ્તો આજે એક મજાનું બાળગીત. આપણે નાના હતા ત્યારે ક્યારેક ને ક્યારેક તો ત્રણ પૈંડાવાળી સાયકલમાં બેઠા જ હોઈશું, પછી ભલે એ આપણી હોય કે આપણા કોઈ મિત્રની હોય. વારા ફરતી વારો અને તારા પછી મારો કરીને પણ વારાફરતી બેઠા તો હોઈશું જ. તો એ દિવસોની સુનહરી યાદ અપાવતી એક મધુરી રચના.
*
*
સાયકલ મારી ચાલે એની ઘંટી ટનટન વાગે
સરસર સરસર ભાગે એની ઘંટી ટનટન વાગે
ત્રણ પૈંડા વાળી ને ગાદીવાળી સીટ
ફુલ ફાસ્ટ ભગાવું તોય નથી લાગતી બીક
હું ને ભાઈ મારો આખો દિ ફરવાના
નદીએ ફરવા જાશું સૌથી છાનામાનાં
સાયકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી
સરસર સરસર ભાગે જાણે એંજીન ગાડી
Mitixaben,
please if you could post ‘charrrr charrr maru chakdol chale’
thank you .
hi mitixa didi.
“નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે (ગઝલ) plz.
thanks & regards
– Bhavana Patel.
[આ ગઝલ મૂકાઈ ગઈ છે. અનુક્રમણિકા-2 માં જુઓ – admin]
સાયકલ શબ્દ જ જીવનમાં એવું માધુર્ય જગાવે છે કે કહેવું શું? એ જ સાયકલે અમને છેક ક્યાં પહોંચાડ્યા ! આ ક્રુતિથી જાણે જીવનની અવિસ્મરણીય પળોને તમે આજે જીવંત બનાવી દીધી. આભાર.
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
સૌ પહેલા આપનો આભાર.આપની પરવાનગી બદલ.અને જ્યારે પણ આપની રચના પ્રસ્તુત કરીશ ત્યારે આપને જાણ કરીશ.
અને સાચી વાત ત્રણ પૈડા વાળી સાયકલ ચલાવવાની તો કંઈ અનેરી જ મજા હતી.આજે પણ એ દિવસો યાદ છે.
અત્યારે એક ગીત યાદ આવે છે જો આપની પાસે હોય તો મુકશો.
ઘોડાગાડી રિક્ષા,રિક્ષામાં બેઠા…