મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.
પર્ણ પર ઝાકળ થઈ શું ચીતરે, સમજાય ના.
વૃક્ષ પર વેલી થઈ વીંટાય શું, સમજાય ના,
આભથી આવી ધરા પર બુંદ થૈ ને તું પડે,
પ્રેમમાં શું શું કરે તું એ મને સમજાય ના.
ચૂમવા ચાહે ધરાને તું હજારો હોઠથી ?
પાનખરમાં પાન ખરતાં કેમ, એ સમજાય ના.
ઝળહળે રજની મહીં થૈ તારલાનો પત્ર તું,
સ્થિર શાને છે ક્ષિતિજે ધ્રુવ, એ સમજાય ના.
પત્થરોની મૂર્તિઓમાં તું સુતો નિશ્ચિંત થઈ,
ફરફરે શાને ધજાઓ એ મને સમજાય ના.
તેં બનાવ્યા માનવી ને માનવી તુજને ઘડે !
કોણ કોને સર્જતું, એ મને સમજાય ના.
એક છાંટો ના દીઠો, ‘ચાતક’ ગઈ વર્ષાઋતુ,
વાંઝણી આ ભાગ્યરેખાઓ મને સમજાય ના.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષૈશભાઈ,
તમારી કવિતા સારી લાગી.
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
ખુબ સરસ રચના છે
તેં બનાવ્યા માનવી ને માનવી તુજને ઘડે !
કોણ કોને સર્જતું, એ મને સમજાય ના.
આપની કવિતા દિલને સ્પર્શી જાય છે.જો આપની પરવાનગી હોય તો સમયાંતરે આપની રચના મારા બ્લોગ મનનો વિશ્વાસ પર મુકી શકું.?
હા હમણા ૧૪મી એ જ મનના વિશ્વાસને એક વર્ષ પૂર્ણ થયું તો આપ અમ આંગણૅ પધારી આપના બે બોલ જણાવશો તેવી આશા.
એક છાંટો ના દીઠો, ‘ચાતક’ ગઈ વર્ષાઋતુ,
વાંઝણી આ ભાગ્યરેખાઓ મને સમજાય ના.
સરસ…
આ તો જાણે વેલેન્ટાઈનની વેદના
કોરપની વેદના તો કેમેય સેહવાય નહી રુવે રુવેથી મને વાગે
પેહલા વરસાદ તનુ મધમીઠુ સોડ્લૂ રહી રહી ને મારામા જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તો કેવો આષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહુ ખાસ છે.
આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનુ કોઈ કારણ પૂછે તો કહુ ખાસ છે
ખુબ સરસ… દક્ષેશ વાહ ! આ શેર દુબારા,…દુબારા…
આભથી આવી ધરા પર બુંદ થૈ ને તું પડે,
પ્રેમમાં શું શું કરે તું એ મને સમજાય ના.
ચૂમવા ચાહે ધરાને તું હજારો હોઠથી ?
પાનખરમાં પાન ખરતાં કેમ, એ સમજાય ના.
તેં બનાવ્યા માનવી ને માનવી તુજને ઘડે !
કોણ કોને સર્જતું, એ મને સમજાય ના.
વાહ! – કહેવામાં , વિવેકભાઈ અને ગૌરાંગભાઈ બન્ને એ જે કહ્યું એ મુદ્દો મને ય નડે છે..!
બાકી,રચના સારી છે…….
અને, આ ફોન્ટ્માં કેમ આવું લખાય/વંચાય છે?
ડો.મહેશ રાવલ
સુંદર રચના… છંદ પણ જળવાયો છે પણ રદીફ-કાફિયા સાફ નથી એટલે ગઝલત્વ ઓછું થઈ જાય છે.
પત્થરોની મૂર્તિઓમાં તું સુતો નિશ્ચિંત થઈ,
ફરફરે શાને ધજાઓ એ મને સમજાય ના.
તેં બનાવ્યા માનવી ને માનવી તુજને ઘડે !
કોણ કોને સર્જતું, એ મને સમજાય ના.
—————————
આ બે શેર બહુ ગમ્યા. ઈશ્વર વીશે વાંચો –
http://gadyasoor.wordpress.com/2008/01/09/god/
દક્ષેશભાઈ,
રચના સારી છે પણ થોડી રદીફ કાફિયાની માવજતની જરૂર છે. બાકી બધું જ સરસ છે.