Press "Enter" to skip to content

આવ તું


સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

– અંકિત ત્રિવેદી

2 Comments

  1. Raju Khona (London)
    Raju Khona (London) January 12, 2009

    વાહ અકિંત ખુબ સરસ રચના…………..
    ” હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
    નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું”
    ધન્યવાદ…………આવી રચના મુકવા બદલ દક્ષેશભાઈ ને………….

    રાજુ ખોના અને ચેતન ગાંધી…………

  2. Dilip
    Dilip January 13, 2009

    ખુબ સુન્દર અંકિતભાઈ, વાહ ! આવ તું….વળાવ તું…સુંદર સંધ્યાનો ફોટો…બ્લોગસર્જકને અભિનન્દન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.