Press "Enter" to skip to content

પણ ક્યાં સુધી ?

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. જીવનમાં બધી વસ્તુઓ, વ્યક્તિઓ અને સંજોગો આપણા મન મુજબ નથી મળતા. એ માટે પરિશ્રમ અને સંઘર્ષ તથા ભાગ્ય જોઈએ. વ્યક્તિ જ્યારે સંઘર્ષથી થાકી જાય અને એને ઈપ્સિત ન મળે ત્યારે એના મનમાં જે ભાવો ઉઠે તેનું ચિત્રણ આ રચનામાં ઝીલાયું છે. કદાચ ઘણાંને આ વાંચીને થશે કે આવા દિવસો અમે પણ જોયા છે !

સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?

શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

  1. Bhavin
    Bhavin August 12, 2008

    તમારો દરેક જન્મદિવસ તમારી સફળતાની નવી સીડી બને, એજ પ્રભુ ને પ્રાર્થના કરુ છું. જન્મદિવસની ભાવભીની શુભકામના.

  2. Atul
    Atul August 12, 2008

    First of all Happy Birth Day to you ‘CHATAK’. On your birthday we are very happy to see your own creation on the site. I know the heart of the gazal is your life I have seen so far. On this auspicious day I pray to GOD that He fulfil your old desire to see HIM and do work to your satisfaction. Wish you best of luck.

  3. Dr Bipinchandra Contractor
    Dr Bipinchandra Contractor August 12, 2008

    ખૂબ સુન્દર કૃતિ ! કાબિલે તારિફ ! શબ્દો અને ભાવનાની અજબ અભિવ્યક્તિ !
    સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
    હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

  4. Tarak Vyas
    Tarak Vyas August 12, 2008

    જે મઝા ઇન્તેઝાર માં છે તે મિલન માં નથી.
    સફરનો આનંદ મંઝીલે નથી મળતો,
    સ્વપ્ના હશે તો સાચા પણ થશે ક્યારેક,

    તારક વ્યાસ

  5. Jayshree
    Jayshree August 13, 2008

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દક્ષેશભાઇ…
    Happy Birthday to you…. ! Wishing you many many happy returns of the day..!!
    (you didnt mention that, but as others are wishing – how can I miss that? 🙂 )

    સુંદર રચના, દક્ષેશભાઇ… આમ જ લખતા રહો… !

  6. Manoj Shah
    Manoj Shah August 13, 2008

    Congratulations, Dakshesh. A good gazhal written from heart. I can understand your feelings expressed, being away from near ones.
    Befitting your pen name “Chatak”, whose destiny is to wait and wait for rains to come.

    Manoj

  7. Pragnaju
    Pragnaju August 14, 2008

    શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
    એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

    દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
    દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?
    સરસ આભિનંદન
    યાદ આવી …
    પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
    ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!
    મઝધારથી શું ભય ને કિનારાનો મોહ શું!
    શ્રધ્દ્રા છે જ્યારે પૂરી કે નૌકા ડુબી જશે.

  8. Upasana
    Upasana August 14, 2008

    Dbhai,
    Wishing you Happy Birthday!!! We are awaiting our neighbour to visit us, but I think through Mitixa-dot-com you already make your space here.
    Bahot Khoob!
    Upasana

  9. Hemal
    Hemal September 2, 2008

    અરે યાર ખૂબ સરસ. તમે એટલું સુંદર લખ્યું છે કે અમે કાંઈ લખી શકતા નથી. અભિવ્યક્તિ માટે અમને શબ્દો પણ મળતા નથી.

  10. Darshan Joshi
    Darshan Joshi September 2, 2008

    સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
    ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી…
    પ્રિય દક્ષેશભાઈ,
    આપની સ્વરચિત કૃતિ વાંચી આનંદ થયો. આશા રાખીએ કે ગુજરાતી સાહિત્યને આ જ રીતે આગળ વધારશો જેથી કરીને આવનાર યુવાનવર્ગ સાહિત્યથી વિમુખ થવાને બદલે સંપર્કમાં રહે.

  11. Rajendra M.Trivedi,M.D.
    Rajendra M.Trivedi,M.D. October 4, 2008

    સમયનો તકાદો છે ઈન્તજારનો
    હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

    દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
    દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

    Keep Faith and Go On Writing… And you will find it!

  12. sapana
    sapana May 7, 2009

    દક્ષેશભાઈ,
    તમારો બ્લોગ સુંદર છે, મીતિક્ષાબેનની વાત જેવી જ મારી વાત છે. મે પણ દિલની ભાવના કાગળ ઉપર છાપવાની હિંમત કરી છે, જરુર થી મુલાકાત લેશો.
    મીતિક્ષાબેન તમને તથા દક્ષેશભાઈને મુબારક બ્લોગ માટે!!!
    સપના

  13. Paresh
    Paresh May 19, 2009

    સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
    હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

    ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
    તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

    ખરેખર માનવીય સંવેદનાઓ ને ઝીલતી રચનાં…ખૂબ જ અભિનંદન.
    હું શું લખું આ સંદર્ભમાં શુભેચ્છા રુપે ?

    ઓ પ્રિયતમ ! ક્યારેક જીવનમાં એવી ય ક્ષણ આવે છે જ્યારે જીવન કરતાં મૃત્યુ અમને પ્યારું લાગે છે ! એ જ તો ક્ષણ હોય છે જ્યારે જીંદગી હારી જાય છે પ્રયત્નો થી ! ને જીવન લાચાર બની જાય છે મૃત્યુ સામે ! એવા ગાઢ અંધકારમાં પણ તું રોશની લઈને આવે જ છે હો નાથ ! તોફાનમાં ઘેરાયેલી જીવન નૈયા ને નાવિક બની પાર ઉતારે જ છે…પણ શું અમે એક ક્ષણ પણ ઋદયપૂર્વક “એવા સમયે” તને પોકારીએ છીએ ખરાં ? કે બસ હારી જ જઈએ છીએ જીંદગીથી ? તોફાનમાં ય દીપક પ્રગટે છે…તું જ્યોત સ્વરુપે ક્યાં નથી ? પરંતુ ઋદયપૂર્વકનીં પ્રાર્થનાં રૂપી અમે ખોબો જ ક્યાં ધરીએ છીએ ? ને છતાં કહીએ છીએ કે દીપક હારી જાય છે તોફાન સામે !

  14. Kanchankumari Parmar
    Kanchankumari Parmar August 4, 2009

    દુઃખ દર્દ સાથે જીવવું ક્યાં સુધી ? સુખ ચેન છે મૃગજળ શોધવા મારે ક્યાં સુધી ?

Leave a Reply to Bhavin Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.