આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા.
એમની યુનિવર્સીટીમાં રીટાયર્ડ થતા પ્રોફેસર એક અંતિમ પ્રવચન આપે એવી પ્રણાલિ છે. એમણે આપેલું પ્રવચન માત્ર પ્રણાલિ પુરતું કારકીર્દીનું અંતિમ પ્રવચન ન હતું, પણ જીવનનું અંતિમ પ્રવચન બનવાનું હતું. એમનું એ પ્રવચન એટલું તો પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી હતું કે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ મારફત ફેલાઈ ગયું. અધધધ થઈ જવાય એટલી સંખ્યામાં એને લોકોએ જોયું. કેટલાયની આંખો ભીંજાઈ, કેટલાયના હૈયા હલી ગયા, કૈંકના કાળજા કોરાઈ ગયા.
અહીં સાંભળો એમનું ઓપરા વિનફ્રેના શોમાં અપાયેલ વ્યક્તવ્ય. આશા છે એમાંથી આપણને જીવનની પ્રેરણા મળશે.
સાથે સાથે વાંચો … મરણ વિશે કવિઓનું ચિંતન
અદભુત વક્તવ્યથી આજની યુવા જનરેશન ને વાકેફ કરાવવા બદલ ધન્યવાદ્.
ડો.રેન્ડી પાઉશને દુનિયા હંમેશા યાદ કરશે. જેણે જીવન દર્શનની લાજવાબ વ્યાખ્યા આજની પેઢીને ખુબ જ સાહજિક રીતે આપી. ધન્યવાદ મિત્ર, એક મહાન વ્યક્તિત્વથી અમોને અવગત કરાવ્યા.
જીવનના ગણિતમાં આ વ્યક્તિએ હમેશા ગુણાકાર જ કર્યા છે. જીવન ખરી રીતે જીવવાની સમજ અહીંથી મળે છે, તો રાહ કોની જુવો છો.
સારુ થયુ કે મરણ વિશે તમે સભાન કર્યા, નહી તો મરણ ને યાદ કરે છે કોણ ? પ્રવચનમાં બહુ વાર લાગે છે. જો બને તો એક કામ કરી શકો તો પ્રેમ ભરી અરજ કે તમે ગુજરાતીમાં અનૂવાદ કરી અને આ પેજ પર આપો. આભાર આપનો.