તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું
મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તમે છંદ રાખ્યું…
– પન્ના નાયક
હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તમે છંદ રાખ્યું
વાહ દક્ષેશભાઈ, શું વાત છે ! બહુ સરસ કૃતિ શોધી અને મુકી છે.
મુક્ત ગગનના પંખી નો તે શાને કીધો સાથ્; ઉડવુ હતું જો એકલુ તો શાને કાપી પાંખ? પલ ભર તારા સંગમા મુજ હૈયે જાગી આશ; સાત સમંદર પાર કરી રચીશું સ્વપ્ન અપાર; હશે તુજ ઉરમાકે કે નથી મુજ પંખમા જોમ; પણ ના નથી મુજ પંખ એવી નિર્બળ ના ઉડી શકું એકાંકી……….