આ ગીત મારું ‘all time favorite’ છે. એના વિશે કંઈ પણ કહેવું કે લખવું એ કવિ, કૃતિ અને કદરદાનની વચ્ચે આવવા જેવું છે. એને તો અશ્રુની વહેતી ધારે.. બસ માણવું જ રહ્યું. ભીતરના જે દર્દે આ કરુણ ગીતને જન્મ આપ્યો તેની પાર્શ્વભૂમિકા તથા કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા સ્વ. રાવજી પટેલ-શ્રદ્ધાંજલિ જોવાનું ભૂલતા નહીં.
*
*
સ્વર – ભૌમિક શાહ
*
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
Words from within comes with touchy effects on all hearts & mind.
I love this song as well as one on “KANKU” that has a different devotional effect is “Madi Taru Kanku Kharu Ne Suraj Ugyo”
Lt.Ravjibhai must have seen that LIGHT at his last breath.
God Bless his Soul….
બહુ જ સરસ રચના.
My all time favourite song too! I am listening after many years, so one can understand how thankful I am to this site. Keep it up your good work!
Thanks
સંગીત ભવન ટ્ર્સ્ટ ની આજ નામે સી.ડી. બહાર પાડી હતી ભુપીન્દરસીંગ ના ઘેરા આવાઝ માં આ ગીત ડુમો ભરાઇ આવે એવું છે
દટાઈ ગયો છુ વાયુ ના અગણિત ભાર નીચે ને તફડે છે જીવ લેવા ને દમ આ વાયુ વચ્ચે… દિલ ને હચમચાવી મુકે એવી વેદના……..
plz send me lyrics of the ras sung by Musa Paik
” Gokul ma ras rachave shyam gopio ne bhan bhulave”
Kankaladi mari ne jagade Shyam gopiyo ne ras ramade “
રાવજીનું મૃત્યુનું ગીત સાંભળીને કે વાંચીને પથ્થર દિલ માણસના હ્રદયમાં પણ મૃત્યુની વેદના અને સંવેદના જન્મી ઊઠે તેમ છે. તમે આ ગીત શબ્દ અને અવાજ સાથે મારા સુધી પહોંચાડ્યું તે બદલ આભારી છું.
શ્રી રઘુભાઈ,
મીતિક્ષા.કોમ ની વેબસાઈટ ઉપર આપે કવિશ્રી રાવજી પટેલ નાં જીવન અને કવન ને સ્પર્શતો લેખ વાંચ્યો. કવિની વેદના ને આપે અક્ષરદેહ આપ્યો છે. એક સંવેદનાની અનુભૂતિ કરાવતા લખાણ માટે ખરા દિલ થી આભાર. રાવજી પટેલ એક મારા પ્રિય કવિ છે. આપના આ લેખ ને બીજી વેબસાઈટ પર અનુસંધાન માટે પ્રકાશિત કરવાની કૃપા કરી પરવાનગી આપશો.
લેખ નીચે કર્તા તરીકે શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર) લખેલું છે. એટલે અપને આ સંદેશ મોકલ્યો છે.
કુશળ હશો,
નીતિન વ્યાસ