Press "Enter" to skip to content

સાંવરિયો


શબ્દોના જાદુગર, છ અક્ષરનું નામ, લાગણીથી છલકાતા કવિ શ્રી રમેશ પારેખની આ અત્યંત લોકપ્રિય કૃતિ છે. પોતાના પ્રિયતમ વિશે કાંઈ પણ કહીએ તો તે ઓછું પડે. પણ કવિએ ટુંકાણમાં ‘ખોબો માગું તો ધરી દે દરિયો’ કહીને એને એટલી સહજ અને સરસ રીતે રજૂ કર્યું છે કે વાત નહીં. શબ્દ સાથે સૂરના સુભગ સમન્વયથી આ કૃતિ અત્યંત આહલાદક બની છે. આ રચના મારી મનગમતી કૃતિઓમાંની એક છે. આશા રાખું કે એ આપને ગમશે.
*
સ્વર: સોનાલી બાજપાઈ; આલ્બમ: તારી આંખનો અફીણી

*
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

– રમેશ પારેખ

12 Comments

  1. Ashwin-Sonal
    Ashwin-Sonal July 5, 2008

    આ મારી પણ મનગમતી કૃતિ છે. અત્યંત આહલાદક છે. saras. very nice
    sonali bajpai has given great voice to ramesh parekh’s heart !

  2. Heena Patel
    Heena Patel September 5, 2008

    ખુબ જ સરસ વેબ સાઈટ છે ગીત ગમ્યું. After long time i enjoyed this song
    Daxesh, Good Job. say Hi to every one.
    – Heena, Chicago (hemang’s cousin)

  3. Piyush
    Piyush September 28, 2008

    Really, a great voice, Sonal has given a shocking voice here.
    It is excellent.

  4. jayesh soni
    jayesh soni January 6, 2009

    કામના સતત પ્રવાહે મને અરસિક બનાવી દીધો હતો.
    ખુબ આભાર ‘મીતિક્ષા’નો કે મને ફરી ગાતો, ગુનગુનાવતો બનાવ્યો.
    આનંદ આનંદ …

  5. S P
    S P June 24, 2010

    Great song!! Thanks for posting..

  6. K B Patel
    K B Patel August 23, 2010

    Really very nice. I listen this song like “once more” always. I listen this song first on my family marriage video. Excellent.
    K.B.Patel and Family from Toronto, Canada

  7. Prakash Gyanchandani
    Prakash Gyanchandani February 14, 2011

    રમેશજીની આ કૃતિ વિશે તો જેટલું કહું તેટલું ઓછું છે. હું રોજ આ સાંભળું છું અને દર વખતે મને કંઈક નવીન ફીલીંગ્સ થાય છે.
    mitixa.com નો આભાર.

  8. Rasgna Bhatt
    Rasgna Bhatt September 5, 2011

    A song of a century!

  9. Priti Tamboli
    Priti Tamboli February 27, 2012

    This song is my one of the favourite song……..i love this song.
    thanks to mitixa.com

  10. Pradeep
    Pradeep February 27, 2012

    સરસ ….

  11. Daman Purohit
    Daman Purohit April 30, 2012

    ખરેખર રમેશ પારેખનું પ્યારું નજરાણું … મારું આ પ્રિય ગીત. આભાર.

  12. Rakesh ghoghari
    Rakesh ghoghari January 11, 2016

    fully tension free song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.