[ આ ગઝલ ઘણા વખત પહેલાં ડાયરીમાં ટપકાવેલી … આપણે બધા જ કોઈ ને કોઈ વસ્તુની શોધમાં છીએ … પણ એવો વિચાર નથી કરતા કે જે શોધીએ છીએ, જેની પાછળ આટલું દોડીએ છીએ, જેને માટે જાતને ઘસી નાખીએ છીએ, એ મળી જાય પછી શું ? રઈશ મનિયારની આ કૃતિમાં એ બખૂબીથી વ્યક્ત થયું છે. ]
ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?
આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?
અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?
શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?
કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?
આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?
– રઈશ મનિયાર
મોટાભાગના માણસો ને જોઈતું મળી જાય પછી આ સવાલ હંમેશા મુંજવતો રહે છે .. whats next ?
અને તોય જિંદગીમાં ભૌતિક સુખો પાછળ દોડતો રહે છે …..
આને શબ્દ સ્વરૂપે વાચા આપી ને તેની કમાલ કરી છે …મનીયાર સાહેબ ……..
આટલું બધું પૂછી લઈશ પછી શું કરશે?
Comment to mokli didhi pan comment mali jay pachhi shu karshe ?
Very Nice.