Press "Enter" to skip to content

ઉદય જોઈને ચંદ્રનો


આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

-કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

2 Comments

  1. ભલે છે આ કાવ્ય અછાંદસ,
    કલ્પના કરું છું એક અવાજની;
    ભારે ભરખમ, ગર્ભસમા ઊંડાણવાળો,
    ઘેરો પણ મક્કમ, મર્મસ્પર્શી,
    હવે વાંચો આ કવિતાને, ને જુઓ
    કોઇ અનેરો આનંદ જાણે સમાઇ જાય છે મનમાં
    (કદાચ અમિતાભના અવાજની કલ્પનાથી આ લખાઇ ગયું)
    ખૂબ સુંદર કાવ્ય.

  2. manvant patel
    manvant patel January 4, 2009

    “કાન્ત”ની વર્ણસગાઇ એંશી વર્ષે પણ આજે મનમાં ગુંજે છે. આભાર બહેના !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.