દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !
આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !
હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !
જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !
પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !
– રાજેન્દ્ર શુક્લ
સુંદર ચિત્ર સાથે અનુભૂતિની રચના
યાદ આવી
એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.
રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.
મોબાઇલ, ઇ-મેઇલ વિગેરે આધુનીક સાધનોએ નવી પેઢી માટે પત્રની મહત્વતા, પત્રની જીવંતતા સાવ છીનવી લીધી છે. પોતાના ગણેલા માણસોના હસ્તાક્ષર વાળો પત્ર તેમની હાજરીની ખોટ પુરતો.
પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !
અતિ ઉત્તમ