આજે મારી એક સ્વરચિત રચના રજૂ કરું છું. ઈશ્વરને માટે પાડેલો પોકાર કદી નિષ્ફળ જતો નથી. શરત એટલી કે એ સાચા હૃદયનો હોવો જોઈએ. અબોલ પ્રાણીઓ મનુષ્યના પ્રેમભર્યા વ્યવહારથી ગુલામ બનવા રાજી થઈ જાય છે. ભગવાન તો ભાવનો ભૂખ્યો કહેવાયો છે. એ પ્રેમથી કેમ ન પીગળે ? પરંતુ પ્રેમનો અર્થ મંદિરમાં જઈને ઘૂંટણિયે પડવામાં સીમિત નથી થતો. પ્રેમ તો એક હૃદયની બીજા હૃદય સાથે થતી ગોઠડી છે, અનુસંધાન છે, સંવેદનની આપ-લે છે.
તું રોજ પૂકારે છે એને, પોકાર વ્યર્થ નથી જાતો,
પ્રેમ ઝુકાવે છે સૌને, ઝૂકવાથી પ્રેમ નથી થાતો.
તું મંદિર જા કે મસ્જીદ જા, સરનામું એનું એક જ છે,
નામ બદલવાથી એનો આકાર અલગ નથી થાતો.
છે એક સમંદર સૂતેલો ભીતરની ભોમે વરસોથી,
એ સારું છે કે આંખોથી એનો ઘૂઘવાટ નથી થાતો.
ખળખળ વ્હેતી તુજ આંખોમાં સળગે છે લાશો સ્વપ્નોની,
કોણે કહ્યું, જળ-અગ્નિનો કો’દિ સહવાસ નથી થાતો ?
બે-ચાર કદમ સાથે માંડો ત્યાં માર્ગ અલગ ફંટાય અહીં,
એ સાચું છે કે શમણાંનો કાયમ સંગાથ નથી થાતો.
તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !
છે બાકી કાણાં પડીયામાં બે-ચાર શ્વાસ તણાં ટીપાં,
નભ ઘેરાયેલું ભાળીને ‘ચાતક’ નિઃશ્વાસ નથી થાતો.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
too Good…Superb.
ખૂબ સરસ રચના છે.
This should be composed, wordings are too good.
આમ જોવા જઈએ તો સહુને, કશાકનો ઈન્તજાર જોવા મળે છે,
ચાતક છે તો વિરહીની વેદનાને વાચા મળે છે, અને અનેકને હમદર્દ મળે છે!
આભાર – પ્રેમ ઝુકાવે છે સહુને….!!
મિતિક્ષા,
આભાર, સરસ મજાની વેબ સાઈટ બનાવી છે.
કાન્તિભાઇ પટેલ
વડોદરા.
Cell . +91 9376223851
તમારી પોતાની રચના ગમી
તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !
છે બાકી કાણાં પડીયામાં બે-ચાર શ્વાસ તણાં ટીપાં,
નભ ઘેરાયેલું ભાળીને ‘ચાતક’ નિઃશ્વાસ નથી થાતો.
વાહ…તખલ્લુસ ચાતક છે-વિશ્વાસ પણ તેવો છે
चातक वलखे मृगजळ जोई,
ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई,
आंसुबुन्दो छेवटे पीए.
તું રોજ પૂકારે છે એને, પોકાર વ્યર્થ નથી જાતો,
પ્રેમ ઝુકાવે છે સૌને, ઝૂકવાથી પ્રેમ નથી થાતો.
બે-ચાર કદમ સાથે માંડો ત્યાં માર્ગ અલગ ફંટાય અહીં,
એ સાચું છે કે શમણાંનો કાયમ સંગાથ નથી થાતો.
તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !
સાચી વાત છે ભઈ. સમજો તો સારું. આ કૃતિ સારી છે. સ્વરચિતનો જાદુ કંઇ ઓર જ છે.