લગ્ન પછી જ્યારે કન્યા સાસરે જાય ત્યારે મમતાનાં બધા સંબંધો પિયરમાં છૂટી જાય છે. પરંતુ એના હૈયે તો એનું બાળપણ, એની સહેલીઓ, એનાં ભાઈ-બેન, માતા-પિતા તથા સ્નેહીઓ ગોપાયેલાં રહે છે. એ મનોદશામાં વિહરતી કન્યાને સાસરાના આંગણાંમાં એક પારેવડું નજરે પડે છે. એ પિયરમાંથી આવેલું હોવાની કલ્પના કરી કન્યા પોતાના પિયરની સ્મૃતિઓમાં સરી પડે છે એનું મનોહર ચિત્રણ આ ગીતમાં રજૂ થયું છે. સાંભળો આ મધુરા ગીતને આશા ભોંસલેના કંઠે.
*
*
પિયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાંને સોના કેરી ચાંચ રે.. પારેવડાંને કોઇ ના ઉડાડશો.
મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના જોજો ઉની આંચ રે.. પારેવડાંને કોઇ ના ઉડાડશો.
એ રે પારેવડાંમાં જનક ને જનેતા, એ રે પારેવડે મારો ભાઇ
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી, એ રે પારેવડે ભોજાઇ
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
પિયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.
સુંદર સ્વરમાં મધુરી ગાયકી.
યાદ આવ્યું ..
એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડલી હાલે નેણલાં પરોવી ને નેણલાં ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી
વાટકળીમાં કંકુ રાતા ચોળ, રાતા ચોળ રે.
વાહ વાહ દક્ષેશભાઈ વાહ આજે તો મને ડાકોર, મારા પિયરની યાદ આવી ગઈ.
એ રે પારેવડાંમાં જનક ને જનેતા, એ રે પારેવડે મારો ભાઇ
એને આવે ના જોજો ઉની આંચ રે.. પારેવડાંને કોઇ ના ઉડાડશો.
ભલે એપાર્ટમેન્ટની બાલ્કનીમાં હવે પારેવડાં આવતાં નથી, પણ તમે પિયરની યાદ અપાવી દીધી.
– મનિષા જોષી
દાદાની ડેલીએથી ઘોડા ખેલતી દિકરી સાસરામાં સાવ ગભરુ પારેવડા જેવી બની જાય છે. ખુબ જ દુઃખદ.
As she always lovabale for her parents and relatives and she has got one power she tolerate all and give respect to all members of her inlows god has given so many feelings and she is respectivaky always winner thnx
khub j sunder geet che. I am sure je pan parneli streeo hashey temne jarur aa geet sambhdhi aankh bhini thai hasey.
પિયર ને પિયરના હોકારાય દોહ્યલા થૈ ગયા એવા અમારા જેવાને તો પારેવુંય પિયર જ છે, આભાર પિયર આખાને અમ આંગણે લાવવા બદલ.
દિકરી ની મહિયરની માયા વર્ણવતું ગીત સરસ છે. ખુબ જ ગમ્યું.