Press "Enter" to skip to content

નથી દેતી


આજે મારી એક સ્વરચિત કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !

કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી

અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી

જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Note: you can also read this on readgujarati

13 Comments

  1. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 19, 2009

    આદત પડી ગઈ છે હવે દુખ દર્દ પીવાની; ઉબકે છે જીવ સુખના ભરેલા જામ થી?……કાબિલે તારિફ

  2. Atul
    Atul November 21, 2008

    ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
    ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

    તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
    કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

    શૂં આ શબ્દો જ કાફી નથી!!

  3. Aditi
    Aditi November 21, 2008

    excellent daxeshkaka. I liked this gazal very much. Thanks

  4. દિનકર ભટ્ટ
    દિનકર ભટ્ટ November 19, 2008

    તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
    કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

    સરસ રચના, મને ગમી.

  5. priti
    priti November 18, 2008

    very good gazal. wording is very good . keep it up.

  6. Rajiv
    Rajiv November 18, 2008

    ખુબ જ સુંદર રચના…
    અભિનંદન દક્ષેશ…

    – રાજીવ

  7. વાહ!
    દક્ષેશભાઈ!
    ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
    સુંદર વાત મૂકી …..મજા આવીગઈ…..
    -અભિનંદન.

  8. pragnaju
    pragnaju November 17, 2008

    સરસ રચનાનો આ શેર ખૂબ ગમ્યો
    ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
    ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
    ધ્યાનનો અર્થ જ છે શૂન્યતા, શાંતિ, પરમમૌન, પણ ગતિને વ્યવસ્થા આપવાની નથી. પરમાણુઓથી પણ નાનો કણ, જેનું વિભાજન શકય નથી, તેનું ‘કલાપ’ એવું નામ આપ્યું. ‘કલાપ’ પણ એક કણ-એકાઇ નથી. તે સમૂહ છે. તે જડ, નક્કર કણો નથી, પરંતુ તરંગોનો પુંજ માત્ર છે. જેમાં ચાર મહાભૂત પૃથ્વીધાતુ, અગ્નિધાતુ, વાયુધાતુ અને જલધાતુ તથા તેના ગુણધર્મોઆ આઠનો ‘કલાપ’ છે. જેને ‘અઠ્ઠકલાપ’ કહેવામાં આવ્યો. જે ઘન, નક્કર વસ્તુ જણાય છે તે અસંખ્ય કલાપોનો પુંજ છે. દરેક કલાપમાં મોટી શૂન્યતા કે અવકાશ છે, આ ઘન સમૂહ છે અને તે બધું તરંગ જ તરંગ છે.આવી જ રીતે ઇન્દ્રિય આલંબન રંગ-રૂપ, ગંધ, શબ્દ, રસ, સ્પર્શ, ગુણધર્મવાળા નક્કર પદાર્થ પણ શૂન્યમાં ઉદય-વ્યય થનાર માત્ર તરંગો જ છે. આ આલંબન ઘન છે. આવી જ ચિત્તની ઘનતા દેખાય છે. પરંતુ તે પણ તરંગો જ માત્ર છે. આ તરંગો ‘કલાપ’ તરંગ કરતાં એક ક્ષણમાં બાર વખત વધારે વેગથી ઉત્પન્ન થઇ નાશ પામે છે. તેને ચિત્તક્ષણ કહેવામાં આવ્યું છે.
    ‘સમગ્ર જગત પ્રજજવલિત પ્રજજવલિત છે.
    સમસ્ત જગત પ્રકંપિત-જ પ્રકંપિત છે.’

  9. sudhir patel
    sudhir patel November 17, 2008

    સરસ ગઝલ બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

  10. naraj
    naraj November 17, 2008

    સુંદર રચના અભિનંદન ………..

  11. Pravin Shah
    Pravin Shah November 17, 2008

    સુંદર રચના થઇ છે. અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.