આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના સાડા પાંચસો જેટલા રજવાડાંઓને મન થાય ત્યાં જોડાવાનો વિકલ્પ આપી અપાર શિરોવેદના આપી હતી. સરદાર પટેલે કુનેહ વાપરી એ સર્વ રજવાડાંઓનું એકત્રીકરણ ન કર્યું હોત તો આજે ભારતનો નક્શો જુદો જ હોત. જેટલો યશ આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીને મળ્યો તેટલા જ યશના ભાગી સરદાર પટેલ હતા. પરંતુ પક્ષાપક્ષીના રાજકારણને લીધે ગુજરાતના એ સપૂતને યોગ્ય સન્માન નથી મળ્યું એ હકીકત છે. અને નવી પેઢીને સ્વાતંત્ર્યતાના ઈતિહાસને જાણવાની બહુ પડી નથી, એને લીધે સરદાર જેવા ગુજરાતના સપૂતને થતો અન્યાય કાયમી રહે તો નવાઈ નહીં.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડી બારડોલી સત્યાગ્રહ જેવા અનેકવિધ સુવર્ણ પ્રકરણો જેમના યશસ્વી જીવન સાથે સંકળાયેલા છે તેવા સરદાર પટેલને નિહાળો સૌરાષ્ટ્ર સંઘની રચના સમયે. વિડીયોમાં સરદાર પટેલના સમારંભ ઉપરાંત જવાહરલાલ નહેરુ દ્વારા જહાજને અર્પણ કરવાના પ્રસંગને પણ આવરી લેવાયો છે તે જાણ ખાતર.
સરદાર પટેલના જીવન અને કાર્ય વિશે વધુ માહિતી મેળવવા અહીં જુઓ.
વલ્લભભાઈ પટેલ સાચા અર્થમાં આ રાષ્ટ્રના સરદાર હતા.
મુખિયા મુખ સો ચાહીએ ખાન પાન કો એક,
પાળે પોષે સકલ અંગ તુલસી સહિત વિવેક..
સરદારે તેમના જીવનમાં આ વિધાન સાબિત કરી બતાવ્યું ને માટે જ તે સરદાર બન્યા પરન્તુ કદાચ આજના યુવાનોને ખ્યાલ નહિ હોય માટે આપનો આ પ્રયત્ન વખાણવા યોગ્ય છે.
ખૂબ સુંદર પ્રસંગોપાત અંજલી …
અમારે માટે વધુ આનંદની વાત એ પણ છે કે અમે પણ ત્યારે હાજર હતા!
ખૂબ સરસ