Press "Enter" to skip to content

હસ્તિનાપુર


મહાભારત સર્જાવાનું એક મુખ્ય કારણ હસ્તિનાપુરની રાજસભામાં થયેલ દ્રૌપદીનું વસ્ત્રાહરણ હતું. આજે સમય બદલાયો છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનો પવન જોરશોરમાં ફૂંકાવા માંડ્યો છે. પહેલાં જેનાથી નાકનાં ટેરવા ચઢી જતાં તે આજે લગભગ સહજ બની ગયું છે. અમેરિકા અને યુરોપમાં હોટલ-મોટલ માત્ર રાતવાસાનું સ્થળ નથી પણ અનૈતિક સંબંધોને વધારવાનું ધામ થઈ ગયું છે, ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં મહાભારતના કાળની કલ્પના કેવો વિચિત્ર વિરોધાભાસ ઊભો કરે, તે આ ગદ્યકાવ્યમાં આલેખાયું છે. [આ કૃતિથી કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તો પ્રથમથી જ ક્ષમાયાચના.]

ચરરરર….
પાર્કિંગ લૉટમાં આવીને કાર ઊભી રહી.
પત્ની સાથે વાતોમાં મશગૂલ વૃદ્ધનું ધ્યાન તૂટ્યું.
દૂરનું બરાબર દેખાતું ન હોવાથી એણે નોકરને હાક મારી
‘જરા જો તો, કોણ છે ?’
સંજયે ક્લોઝ સર્કીટ કેમેરામાં જોયું.
એ બબડ્યો, ‘Customer છે .’
*
કારમાંથી ઊતરી યુવક-યુવતી ઑફિસમાં આવ્યા.
‘Do you have any room? We need to relax.’
જવાબમાં વૃદ્ધે રજીસ્ટ્રેશન કાર્ડ સરકાવ્યું.
યુવતીએ અષ્ટમ્ પષ્ટમ્ ભરીને કાર્ડ પરત આપ્યું.
વૃદ્ધે વાંચવા નિષ્ફળ પ્રયત્ન કર્યો …
પણ અક્ષર ન ઉકલતાં બબડ્યો
‘I can’t read your name.’
યુવતી બોલી,
‘Sorry. My name is …..’
યુવકે ક્રેડીટ કાર્ડ ધર્યું ને કહ્યું,
‘Please charge to my Credit Card.’
વૃદ્ધે ધારીને જોયું.
કાર્ડ ‘બેન્ક ઓફ શકુની’નું હતું.
એની ઉપર લખ્યું હતું
દુઃશાસન
Preferred customer since 2008 B.C.

*
વૃદ્ધે રૂમની ચાવી આપી.
યુવક બોલ્યો,
‘Can I have your business Card ?’
વૃદ્ધે હોટલનું કાર્ડ સરકાવ્યું.
કાર્ડ પર લખ્યું હતું
હોટલ હસ્તિનાપુર
મેનેજર ઓન ડ્યુટી
ધૃતરાષ્ટ્ર

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

 1. Pragnaju
  Pragnaju October 13, 2008

  ન ગમ્યું…

 2. Darshan
  Darshan October 15, 2008

  પ્રિય દક્ષેશભાઈ, આપની કૃતિ વખાણવા લાયક છે પરંતુ મારો એક સવાલ એ છે કે ધૃતરાષ્ટ્રની વેદના શા માટે આ વિશ્વ નથી સમજી શકતું ?

 3. Bhailal Patel
  Bhailal Patel October 23, 2008

  Dear Dakshesh,
  You have disgraced and discredited the great Draupadi who was Sati and she was the great devotee of Krishna. When Draupadi prays to Krishna for help, Lord Krishna help her and protected her from Duryaodhan and company
  I request you protect her name in your story and do delete her name from the story,changed any other name who is bad like Duryodhan, any Asuri name will be ok like Putna or if you don’t like to changed the name of Draupadi then drop this story form your wed site
  – Bhailal Patel

  Founding Chairman, Gujarat Development Foundation.USA.
  Chairman and Founder, Vishwa Bharatiya Samaj (International Society for Indian at Large). New Delhi, Bombay, Ahmedabad (India). Founder and Trustee of Federation of Indian Associations (FIA), Chicago and North American Federation of Indian Associations, USA.
  Former Chairman and now Trustee of Gujarat cultural Association Chicago. Former President of Federation of Indian Association (FIA) Chicago and North American Federation of Indian Association USA. Former President of Asian American Economic Development. Former Vice President of IADAO. Former Trustee of Hindu Temple of Greater Chicago (The Rama Temple (HTGC)
  Former Vice Chairman of ISKCON Foundation International
  Former trustee and Vice President and Trustee: Vishwa Gujarati Samaj. Ahmedabad. Bharat (INDIA), Former President of Saradar Sri Vallabhbhai Patel Trust Alhabad, UP. India
  bhailal@aol.com

  [ ભાઈલાલભાઈ,
  સૌપ્રથમ તો કૃતિમાંથી તમારા સૂચન મુજબ દ્રૌપદીનો ઉલ્લેખ કાઢી નાખ્યો છે.
  આ કૃતિ કોઈ ઐતિહાસિક પાત્રોની ગરિમાને ખંડીત કરવા માટે રચાઈ નહોતી, પરંતુ જે દર્દ અને વ્યથા સાંપ્રત પરિસ્થિતિને જોઈને ઉદભવી તેને પરિણામે રચાઈ હતી. કૃતિમાં દ્રૌપદી એ સારા અને ખાનદાન પરિવારની સ્ત્રીઓ શોખ, કુતૂહલ, દબાવ કે અન્ય કારણોસર પતનની ગર્તામાં સરે છે એના પ્રતીકરૂપે વ્યક્ત થઈ હતી. ધૃતરાષ્ટ્ર બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી પરિસ્થિતિને મને-કમને ચલાવી લેતા વ્યક્તિઓ-વડીલોને રજૂ કરે છે, શકુનિ અધર્મ અને અનાચારને ધન વડે, સ્થળ વડે, કે અન્ય રીતે સગવડ અને સમર્થન આપનાર તથા દુઃશાસન એ અનાચાર કરનાર પાત્રના પ્રતીક તરીકે રજૂ થયા છે.
  આ કૃતિ વાંચ્યા પછી વાચકોનો અંતરાત્મા જાગૃત બને અને પોતે એમાંનું કોઈ પાત્ર જાણ્યે-અજાણ્યે ન બને એવી તમન્ના જગાડે તો આ લેખનનો હેતુ સફળ ગણાશે. – દક્ષેશ ]

 4. Biren
  Biren October 24, 2008

  ચાતકભાઈ, સર્જક તરીકે તમારે પોતાની ક્રુતિને વફાદાર રહેવું જોઈએ.કોઇની લાગણી દુભાય એટલે પાત્રોના નામ ન બદલી નખાય. નહી તો તમારા કવનનું મહત્વ ન રહે. સર્જકને એટલી આઝાદી હોવી જ ઘટે.પાત્રોના નામ ગમે તે હોઇ શકે, મૂળ વાત તો તેમના લક્ષણો/ગુણોની છે, આ વાતને ચાહકોએ પણ ક્રુતિ વાંચતા સ્વિકારવી જોઇએ. આવું થાય ત્યારે કંઇ નહી, પણ કોઇ ધ્યાન દોરે તો લાગણી દુભાય? લાગણી આટલી સેન્સીબલ હોય તો આંખ-કાન બંધ જ રાખવા ઘટે.

 5. Atul
  Atul November 21, 2008

  ભાઈલાલભાઈ, આ બ્લોગમાં ગુજરાતી ભાષાને જે અભિવ્યક્તિ મળે છે તે જુઓ અને એને પણ બિરદાવો.
  આપણે સારાને બિરદાવી નથી શકતા. આપણા ગુજરાતી બહેન સોનલ શાહ ને પ્રેસિદેન્ટ ઓબામા એ Transition Commitee માં લીધા તેથી ભારતીય સમાજે ખુશ થવું જોઈએ, ગૌરવ લેવું જોઈએ એને બદલે ટાંટિયા ખેંચનારા આપણે ભારતીયો જ હતા ને !
  તમે આટલી બધી જગ્યાએ સંકળાયેલા છો તો આ સાઈટ ગુજરાતી ભાષાને જે રીતે જીવતી રાખે છે, તેનો પ્રસાર કરો અને બિરદાવો તો વધુ ગમશે.

 6. Chirag
  Chirag July 30, 2010

  દરેક પાત્રોની લાગણીની અતિસમ્વેદનશીલ અભિવ્યક્તિ. સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.