પ્રેમની અભિવ્યક્તિ માટે પુષ્પ મોહક જોઈએ
કે પછી અદભુત અનોખો પ્રેમપત્ર જોઈએ
ચાલતું આવ્યું ભલેને આ બધું સદીઓ થકી
આજ છે વહેવાર, માટે એક ચોકલેટ જોઈએ.
*
લેટ હો તો મેટ (mate) ને પળમાં મનાવે ચોકલેટ
મુખમાં મૂકો ને હૃદયને ભાવી જાયે ચોકલેટ
છો ઉછીની વસ્તુમાં કૈં સ્વાદ ના લાગે કદી
પણ બધા સિધ્ધાંતને પીગળાવી જાયે ચોકલેટ.
*
બોર શબરીના બની રામે ગ્રહી તે ચોકલેટ
ને વિદુરને ઘેર જે ભાજી બની એ ચોકલેટ
લોક એને છો કહે તાંબુલ સુદામા મિત્રના
પણ શ્રી કૃષ્ણે પ્રેમથી હૃદયે ધરી એ ચોકલેટ
*
જિંદગીભરની મધુરી સ્મૃતિઓ એ ચોકલેટ
ને સતત અધુરી જ લાગી એ ગઝલ તે ચોકલેટ
આમ તો એવું જરૂરી કૈં નથી આ પ્રેમમાં
પણ અભિવ્યક્તિ થઈ તો સહજ આવી ચોકલેટ
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખૂબ સરસ,
ભૌતિક વસ્તુ અને હ્રદયની ઊર્મિ વચ્ચે બહુ સુંદર સંબંધ દર્શાવ્યો છે.
ડાયાબીટીકને તબીબો ભલે ના ફરમાવે ચોકલેટ,
પરંતુ સદા ખાવાની ગમે છે ચોકલેટ.
સાહિત્યની ચોકલેટ તો ડાયાબીટીક પણ અવશ્ય પ્રેમથી ખાઈ શકે. ચોકલેટને માણવાની ખૂબ મજા આવી.
આવી જ ચોકલેટો પીરસાય એવી અપેક્ષા.
ખૂબ અભિનંદન.
Hi Friends of Mitixa.com,
I’m new to this website, but it is really enjoyable experience of reading this beautiful poems. Keep it up.
દક્ષેશ, કેટલા વખતે આ વેબસઈટ પર અવ્યો અને તારી રચના જોઇ.. બહુત ખુબ!
ખુબ જ સુન્દર. ગમ્યું છે મને, આવું મુકતા રહેજો.
આભાર સહ,
અજિત
જિંદગીભરની મધુરી સ્મૃતિઓ એ ચોકલેટ
ને સતત અધુરી જ લાગી એ ગઝલ તે ચોકલેટ
આમ તો એવું જરૂરી કૈં નથી આ પ્રેમમાં
પણ અભિવ્યક્તિ થઈ તો સહજ આવી ચોકલેટ
સુંદર અને તાદૃશ કલ્પના ! માણસ વીતેલી મધુર ક્ષણને ચોકલેટની જેમ જ વાગોળતો હોય છે ! મૌલિક રચના બદલ હાર્દિક અભિનંદન ! ‘સ્હેજ’ની જગ્યાએ ‘સહજ ‘ વધુ સહજ નથી લાગતું ‘ચાતક’?
-ડૉ. બિપિનચંદ્ર
આ ગઝલ નથી… ચાર મુક્તકો છે.
બોર શબરીના બની રામે ગ્રહી તે ચોકલેટ
ને વિદુરને ઘેર જે ભાજી બની એ ચોકલેટ
લોક એને છો કહે તાંબુલ સુદામા મિત્રના
પણ શ્રી કૃષ્ણે પ્રેમથી હૃદયે ધરી એ ચોકલેટ
– આ મુક્તક ગમ્યું…