Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

245 Comments

 1. Pratik
  Pratik February 26, 2016

  Please update lyrics and original lokgeet “મેળે મેળે મોરલડી હેલે ચઢી “

 2. Manish patel
  Manish patel September 4, 2016

  Dear mitixaben and daksheshbhai,
  I have been following your website for a year now and a big fan..
  I lost my sister dipti on 15th aug at the age of 45 ..because of cancer..
  Swaminarayan bhagavan na sastsang and ashirvachano thi dukh pachavi shakya chiye ..
  એ નાની હતી ત્યારથી લતાજીએ ગાયેલું એને ગમતું ગીત – એક રજકણ સૂરજ થવાને શમણે – એક ભાત તરીકે એની માસિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ આપવી છે ..pan lyrics pan nathi sacha mari pase ane meaning pan ….tamame.ek request che …tame gujarati lyrics with meaning e song no.samajavi shako…tho apani madad sathe ena atma ne ek bhav bhini shradhanjali divabhaskar ma.apava mangu chu …15th sept na …karasho madad ek bhai ne ?

  Manish patel
  Manishgp@yahoo.com
  9898250983
  ****
  sorry to hear about your sister. Please check your email with my response.
  – admin

 3. Swenee Patel
  Swenee Patel September 21, 2016

  dear ben,
  i live at Melbourne. i write Gujarati poems and articles. want to write by making blog. please update if u can accommodate the same.

 4. Jaysukh Rathod
  Jaysukh Rathod December 28, 2016

  no word to express my thought..excellent Hari om harihi aum..

 5. કાંતિ મકવાણા
  કાંતિ મકવાણા January 7, 2017

  જૂના ભજનો અને જૂના લોક ગીતો મૂકવામાં આવે તો અમો આપના આભારી બનીશું.

 6. TARUN SHAH
  TARUN SHAH March 30, 2017

  આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા…ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા…….!
  ઠીક ત્યારે….. લ્યો રામ રામ…….. !
  પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને….. !

  આનંદ સાથે આપને જણાવવાનું કે “સાહિત્યસેતુ ડોટ કોમ” વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.

  http://sahityasetu.com/

  સાહિત્યકારો માટેની આ એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.

  જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.

  અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે “સાહિત્યસેતુ ડોટ કોમ”. સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.

  http://sahityasetu.com/

  અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
  http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.

 7. Bhupendra Manek
  Bhupendra Manek July 21, 2017

  Dear mitixaben,
  Very nice systematic site came across your site while on jayshreeben”s site of tahuko.com. I had heard my mom sing one Gujarati song when i was young at the age of 12/13 years, today i am 70 but still some words of that song Garba rings in my ears, my mother had won 1st. prize in the year 60-61,for that Garba song competition. The wordings are somewhat as follows “આચન આચન ઘૂંઘટમાં મુખલડું મલકાઈ ગોરી ગરબે ઘૂમી ગાય,ગોરી ગરબે ઘૂમી ગાય” can you help me to secure full lyrics of this Garba song, i would be highly obliged and very much appreciate your contribution in full filling my long time dream to hear or read at least the wordings of my mom’s favorite Garba. There is one more Gujarati song which i would like to hear “વગડાની વચ્ચે તલાવડી ને તલાવડી ને કોર ઊગ્યું વન ચંપાનું છોડ”. May God bless with lots of literary knowledge & vocabulary powers in enriching our Gujarati literature. Best of luck.
  Regards,
  Bhupendra Manek (Thane, Mumbai)

  • Daxesh
   Daxesh September 10, 2017

   મંગલફેરા (૧૯૪૯) નામના ગુજરાતી ફિલ્મમાં એક ગીત હતું, જેના શબ્દો તમે લખેલા શબ્દોને મળતા આવે છે …
   સંગીત – અવિનાશ વ્યાસ

   તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
   પૂનમની રાત ઊગી પૂનમની રાત.
   આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે,
   પૂનમની રાત, ઊગી પૂનમની રાત.

   ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો
   કહેતી મનની વાત રે …પૂનમની રાત.

   ઓરી ઓરી આવ ગોરી ઓરી ઓરી,
   ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી
   રાતડી રળિયાત રે … પૂનમની રાત.

   ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
   રૂમો ઝૂમો ગોરી રૂમો ઝૂમો
   રાસ રમે જાણે શામળિયો જમુનાજીને ઘાટ રે .. પૂનમની રાત.

   *****
   ચિત્રપટઃ દીવાદાંડી (૧૯૫૦)
   ગીતઃ બાલમુકુંદ દવે

   વગડા વચ્ચે તલાવડી રે તલાવડીને સોડ ઊગ્યો વનચંપાનો છોડ

   જલ પાનેતર લહેરિયા રે કમલિની મલકાય ભમરો ભૂલી ભૂલી ભરમાય
   વનચંપાની પાંદડી રે ખીલે ને વિલાય ભમરો આવે ઊડી જાય

   રાતે ખીલે પોયણી રે પોયણી પૂછે વાત ચંપા જીવને શા ઉચાટ
   મત પૂછ તું પોયણી રે સૂની ઉરની વાટ મનના મન જાણે ઉચાટ

   ત્રણે ગુણની તરવેણી રે રૂપ રંગ ને વાસ તો યે ભ્રમર ન આવે પાસ
   નભથી ચૂએ ચાંદની રે પોયણી ઢાળે નીર રોતાં તલાવડીનાં તીર

 8. Rajendra R Shah
  Rajendra R Shah May 13, 2018

  આ સુંદર સાઈટ સાથે વર્ષોથી સ્નેહ છે. અભિનંદન અને ધન્યવાદ !

  એક સવાલ : કોઈ શબ્દ વિશેષને આખી સાઈટ પર શોધવાની – તેનાથી સંબંધિત રચનાઓ શોધવા માટે કોઈ વ્યવસ્થા પ્રાપ્ત છે ?

 9. આશિષ બોઘરા
  આશિષ બોઘરા June 1, 2018

  મારા જવા સાહિત્ય માં રસ ધરાવતા પરંતુ રચના ઓ ને ના સમજી શકતા ગુજરાતી ભાષા ના ચાહક માટે તો જાને મધ છે આ સાઈટ.

 10. Dhirajbhai
  Dhirajbhai June 29, 2018

  ચારણી સાહિત્યનું સપાકરુ રજુ કરવા વિનંતી.

 11. Yogesh Ajmera
  Yogesh Ajmera October 11, 2018

  મિતાક્ષીબેન, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપની વેબસાઇટ દ્વારાથી ઘણી સારી સારી માહિતી મળે છે. ગીતોની માહિતી તો ખૂબ જ સરસ છે, ઘણા ન જાણેલા કે ન સાંભળેલા ગીતોની યાદી મળે છે.

 12. Yogesh Ajmera
  Yogesh Ajmera October 11, 2018

  મને નીચે જણાવેલ ગીત પુરું જોઈએ છે,
  ચડયા અણમોલ ફસતિ પર, પવન તરફેણનો લીધો. …….. મારી પાસે રચનાકાર વગેરેની કોઇ વિગત નથી, તો શોધીને આપવા વિનંતી.

 13. અજિત ભાઇ AC
  અજિત ભાઇ AC July 13, 2021

  સર્વેને નમસ્તે તમે પ્રતિભાવ લખવા કહ્યું મને ખૂબ આનંદ થયો મારા હૃદયમાં આનંદનાં કમળો ખીલી ઉઠ્યા.એક બે ગીતો સાંભળ્યા અને તમારી વેબ સાઈટ ખરેખર ખૂબ જ સરસ છે જાણે કે પેસિફિક મહાસાગરમાંથી સ્પેસિફિક મોતી ઓ વીણી લાવ્યા છો અમારી સમક્ષ મૂકી છે. મને ખૂબ મોડી ખબર પડી.છતાં ખબર પડી એ આનંદની વાત છે.સાહિત્યમાં જે કંઈ જોઈતું હોય તે હાથવગું થઇ જાય છે એટલે મજા પડે છે.તમારો કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર અલબત્ત મને આનંદની અનુભૂતિ કરાવશે.
  તમારો ચાહક અજીતભાઈ-મુંબઇ

  • admin
   admin August 1, 2021

   અજિતભાઈ,
   તમને સાઈટ ગમી એનો આનંદ. પ્રતિભાવ બદલ આભાર.

 14. પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ
  પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ July 10, 2022

  પ્રિય મીતિક્ષાજી,
  સાદર પ્રણામ, હું પણ સાહિત્યસફરનો પ્રવાસી છું. હું ઈસ્વીસન 1983 થી ગુજરાતી અને હિન્દી ભાષામાં ગીત, ગઝલ, કવિતા, શાયરી અને નજમ લખતો આવ્યો છું. મારા જેવા સાહિત્યપ્રેમીને આપનો બ્લોગ ખૂબ જ ગમ્યો છે. અનેક શુભ કામના.

  લિ. આપનો કવિમિત્ર પ્રદીપ વ્યાસ, ગામ પેથાપુર, જિલ્લો ગાંધીનગર
  સંપર્ક 81416 12866

 15. પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ
  પ્રદીપકુમાર ધીરજલાલ વ્યાસ July 10, 2022

  અનેક શુભ કામનાઓ.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.