Archive for the 'વિડીયો' Category

થાય સરખામણી તો

Monday, December 8th, 2008

થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી. એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારો ય છે. એક તો કંઇ સીતારા જ ન હોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી. બીક એક જ બધાને હતી કે અમે, ક્યાંક પહોંચી [...]

સરદાર પટેલ

Friday, October 31st, 2008

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના [...]

મહાત્મા ગાંધી

Thursday, October 2nd, 2008

આજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય [...]

શાંત ઝરુખે

Thursday, September 11th, 2008

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો. [...]

શિવમહિમ્ન સ્તોત્ર

Monday, August 4th, 2008

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું [...]