Archive for the 'વિડીયો' Category

પ્રીતમાં પાગલ થઈ ગઈ

Thursday, October 8th, 2009

(સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ)
પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ થયેલ [...]

જય મંગલમૂર્તિ

Sunday, August 23rd, 2009

મિત્રો, આજથી સૌના પ્યારા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી પધારી રહ્યા છે. તો આજે ઠેરઠેર ગવાતી મરાઠી ભાષામાં ગવાયેલી આ આરતી સાંભળીએ સ્વરકિન્નરી લતા મંગેશકરના સ્વરમાં.

જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ
દર્શનમાત્રેં મનકામના પૂર્તિ (ધ્રુ.)
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જ યાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંઠે ઝલકે માળ મુક્તા ફળાંચી … જય દેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી [...]

ક્યાં ખોવાયું બચપણ મારું ?

Sunday, April 26th, 2009

મિત્રો, આજે મારી મનગમતી કૈલાસ પંડીતની રચના. મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, પત્તાં, ચાકનાં ટુકડાં, દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી ગયા. કૈલાસ પંડીતે એનું અદભુત ચિત્રણ કર્યું છે. [...]

દીકરો મારો લાડકવાયો

Saturday, January 10th, 2009

 
દુનિયામાં સૌથી વિશુદ્ધ પ્રેમ મા અને બાળકનો ગણાયો છે. પોતાના વ્હાલસોયા બાળકને સુવાડવા માટે મા જે હાલરડાં ગાય છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આજે માણો કૈલાશ પંડિતની એક અણમોલ રચના જેને મનહર ઉધાસનો કંઠ સાંપડ્યો છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો
રમશું દડે કાલ સવારે [...]

મેરી ક્રિસમસ

Thursday, December 25th, 2008

સપ્ટેમ્બર 10, 1945ને દિવસે જન્મનાર પોર્ટોરિકન ગાયક અને ગિટારીસ્ટ હોઝે ફેલિસીયાનો (Jose Feliciano) જન્મજાત અંધ હતો. પરંતુ પોતાની અંધતાને એણે પોતાના અમર સર્જનો દ્વારા પાછળ મૂકી દીધી. એના અનેક યાદગાર ગીતોમાં આ ક્રિસમસ ગીતનો સમાવેશ થાય છે. હિંદુઓની બહુમતીવાળા આપણા દેશમાં ક્રિસમસ ભલે ખ્રિસ્તીઓનો તહેવાર ગણાતો હશે પણ પશ્ચિમના મોહપાશમાં જકડાયેલ સૌને હવે એ પોતાનો [...]