Archive for the 'શૌર્યગીત' Category

છેલ્લો કટોરો ઝેરનો

Saturday, May 30th, 2009

બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો [...]

પાર્થને કહો ચડાવે બાણ

Wednesday, December 3rd, 2008

કુરુક્ષેત્રની મધ્યમાં સ્વજન અને હિતેચ્છુઓને જોઈને પાર્થની દ્વિધાનો અંત લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પાંડવો યુદ્ધ વાંચ્છતા ન હતા. પરંતુ જ્યારે વિષ્ટિ-વિનવણીથી વાત ન પતી ત્યારે આખરી ઉપાય તરીકે તેમને યુદ્ધમાં ઉતરવું પડ્યું. કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું [...]

ભૂલથી પણ ભૂલ એ કરવી નથી

Thursday, November 27th, 2008

ભારતના ફાઈનાન્શિયલ કેપિટલ એવા મુંબઈને કોઈની કાળી નજર લાગી ગઈ છે. આતંકનો પડછાયો શાંતિપ્રિય મુંબઈગરાઓને અને સહિષ્ણુ ભારતીયોને ચેનથી સૂવા દેતો નથી. જે હિંમતથી (?) મુંબઈના ગૌરવ સમી તાજ હોટલ, ઓબેરોય હોટલ, વી.ટી. સ્ટેશન તથા અન્ય સ્થળો પર હુમલા કરાયા છે તેને માટે શબ્દો જડતાં નથી. બસ એટલું લખાય છે કે હવે … હદ થઈ [...]

કાયરો માટે નથી

Thursday, November 6th, 2008

આજે શૂન્ય પાલનપુરીની એક ઈનામ વિજેતા કૃતિ. ભારત પર પાકિસ્તાને જ્યારે આક્રમણ કરેલું ત્યારે તેમણે રચેલી આ રચના ગુજરાતી ભાષાના જૂજ શૌર્યગીતોમાં ચમકે છે. ભલે આજકાલ યુદ્ધ બહારથી દેખાતું નથી પણ અંદરથી તો એવું જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને સ્વાર્થનું રાજકારણ દેશને ખલાસ કરી રહ્યું છે ત્યારે કોઈ આ વાંચીને પોતાના દર્પણમાં ઝાંખશે [...]

કસુંબીનો રંગ

Saturday, September 13th, 2008

રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અવિસ્મરણીય કૃતિ. મન ભરી માણો કસુંબલ રંગને.
[Audio clip: view full post to listen]
લાગ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ … રાજ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ … રાજ
દુનિયાના [...]