Archive for the 'રાસ-ગરબા' Category

વેણુ વગાડતો

Monday, October 6th, 2008

ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો. [સ્વર: અચલ મહેતા] વેણુ વગાડતો … વેણુ વગાડતો વેણુ વગાડતો, ગાયો હંકારતો આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો માથે છે [...]

મુને એકલી મૂકીને

Sunday, October 5th, 2008

રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં. હે મુને એકલી મૂકીને રમે રાસ રંગીલા રાજા હવે નહી [...]

તારા વિના શ્યામ

Saturday, October 4th, 2008

શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે [...]

વ્હાલમની વાત

Wednesday, October 1st, 2008

મનમાં જે વાત ઘોળાતી હોય તે કોઈને કહી દેવાથી હૃદય હલકું થઈ જાય. પણ પોતાના પ્રિયતમની વાતને એમ કાંઈ કોઈને કહી દેવાય ? … પ્રેમને ગમે તેટલો ગુપ્ત રાખવા મથો પણ આખરે તો તે વ્યક્ત થયા વિના નથી રહેતો. સુંદર ભાવભરેલી આ રચના માણો અતુલ પુરોહિતના મધુર સ્વરમાં. વ્હાલમની વાત કાંઈ વ્હેતી કરાય નહીં; હળવેથી [...]

સૂના સરવરીયાને કાંઠડે

Tuesday, September 30th, 2008

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા આદ્યશક્તિ જગદંબાના મહિમાને ઉજાગર કરતું આ પર્વ શક્તિનો મહિમા દર્શાવી તેની પૂજા કરવાનો સંદેશ આપે છે. બંગાળમાં દુર્ગાપૂજા પણ આજથી શરૂ થશે. ગુજરાતનું ભાતીગળ ગણાતો ગરબો એના શિખર પર ચઢી આજે શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે ગાજશે. વડોદરા તો ગરબાની રાજધાની ગણાય. જમણી બાજુના મીડિયા પ્લેયરમાં તમે વડોદરાના [...]