Archive for the 'રાસ-ગરબા' Category

તું કાળી ને કલ્યાણી રે મા

Tuesday, March 31st, 2009

જુદા જુદા યુગમાં શક્તિ સ્વરૂપે પ્રકટીને માતાજીએ અદભુત લીલા કરી છે – ક્યારેક શિવજીની સાથે પાર્વતી બની, ક્યારેક હરિશ્ચંદ્રની પત્ની તારામતી બની, ક્યારેક ભગવાન રામ સાથે માતા સીતા બની તો વળી પાંડવોને ત્યાં દ્રૌપદી બની. શક્તિના મહિમાની એ કથાઓને આ ગરબામાં વણી લેવામાં આવેલી છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે માનો પ્રસિદ્ધ [...]

હવે મંદિરના બારણા ઉઘાડો

Friday, March 27th, 2009

મિત્રો આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રિનો મહિમા વધુ ગણાય છે, એ દિવસોમાં ઠેકઠેકાણે ગરબાનો મહોત્સવ થાય છે. પરંતુ દેવીની ઉપાસના કરનાર માટે ચૈત્ર નવરાત્રિનું પણ આગવું મહત્વ છે. તો આપણે આજે માતાજીના મહિમાનું ગાન કરવાની સાથે સાથે નવરાત્રિના આરંભે એમને એમના મંદિરના બારણાં ઉઘાડવાની પ્રાર્થના કરીએ. [Audio clip: view full [...]

ઝૂલણ મોરલી વાગી રે

Saturday, March 21st, 2009

મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ. [Audio clip: view full post to listen] ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. … મોરલી. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. [...]

ફાગણ ફોરમતો આયો

Sunday, March 1st, 2009

થોડા દિવસો પહેલાં ફાગણનું આગમન થયું. અંગ્રેજ કેલેન્ડર જોવા ટેવાયેલા આપણા માટે ફાગણ, વૈશાખ કે ચૈતર મહિનો માત્ર શબ્દો બની રહી ગયા છે. પરંતુ હોળી, ધૂળેટી જેવા સુંદર તહેવારોને આપણા જીવનમાં લાવનાર ફાગણ મહિનાનું એક અનોખું સૌંદર્ય છે. આ ગીત સાંભળતા હૈયું થનગનવા અને હોઠ ગણગણવા માંડે તો ફાગણ મહિનો આવતા પ્રકૃતિમાં કેવો થનગનાટ થતો [...]

બોલાવે રાધા

Tuesday, October 7th, 2008

કર્તવ્યની રાહે ચાલી નીકળી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા અને રાધાને માટે વિરહની વેદનાના દિવસો ઉગ્યા. જેમતેમ કરી દિવસો કાપતી રાધાને જ્યારે રાસ રમવાનું ટાણું આવ્યું ત્યારે એના હૈયામાં તીર લાગ્યું. અત્યાર સુધી કૃષ્ણની સુખદ સંનિધિમાં માણેલો સમય એની આંખની હવેલીમાં સપનાં બની ઉભો રહ્યો. વિરહમાં બાંવરી બનેલી રાધારાણીની મનોદશાને વ્યક્ત કરતું આ સુંદર [...]