Archive for the 'રાસ-ગરબા' Category

પૂનમની રાત ઊગી

Sunday, October 4th, 2009

આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ [...]

દાડમડીના દાણા રાતાચોળ

Sunday, September 27th, 2009

મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો. (આલ્બમ – અમર સદા અવિનાશ, સ્વર – શિવાંગી) વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની. આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઈશાની વાયરો વિંઝણું ઢોળે, વેરી મન મારું [...]

ઉત્તર જાજો દખ્ખણ જાજો

Friday, September 25th, 2009

આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર [...]

માણીગર મુરલીવાળો શ્યામ

Wednesday, September 23rd, 2009

આજે અમિત ત્રિવેદી રચિત એક ગરબો. મીતિક્ષા.કોમના વાચકો માટે એને મોકલવા બદલ અમિતભાઈનો આભાર. અમિતભાઈની વેબસાઈટની મુલાકાત લેવા અને વધુ ગરબાઓ સાંભળવા અહીં જુઓ [સ્વર - ધ્વનિત જોશી] માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ… ઓ શ્યામ… ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલછોગાળો શ્યામ કુંજ ગલીમાં તું [...]

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો

Monday, September 21st, 2009

આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે [...]