Archive for the 'ગીત' Category

તમે વાયરાને અડક્યાં ને …

Wednesday, October 28th, 2009

આજે જયંત દેસાઈ કૃત શબદ્ કાવ્યસંગ્રહમાં પ્રસ્તુત એક સુંદર ગીત માણીએ. મીતિક્ષા.કોમને પોતાના કાવ્યસંગ્રહ મોકલવા બદલ જયંતભાઈનો ખૂબ ખૂબ આભાર. તમે વાયરાને અડક્યાં ને ફુલોની દુનિયામાં મચી ગયો કેવો શોરગુલ વગડા પર અફવાનાં ધાડાંઓ ઉતરી પડ્યાં, કરો ભૂલ હવે તો કબૂલ. દરિયો ને શઢ અને આથમણી રુખ અને જળ અને મૃગજળનાં છળ, ભ્રમણાઓ લોઢ લોઢ [...]

આંખોમાં હોય તેને શું?

Thursday, October 15th, 2009

મિત્રો, આજે એક મજાનું ગીત. એની પહેલી પંક્તિ જ મને ખુબ પ્રિય છે. દરિયામાં હોય એને મોતી કહેવાય પણ પ્રિયતમ વાટ જોતાં, એને મળવાના ઉન્મેષમાં, એના વિરહમાં, પ્રેમની વિવિધ અભિવ્યક્તિ સમયે આંખમાં આવતા આંસુઓને શું કહેવાય ? સાંભળો આ મજાનું ગીત સાધના સરગમના સ્વરમાં. (આલ્બમ – હસ્તાક્ષર) દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં [...]

પ્રીતમાં પાગલ થઈ ગઈ

Thursday, October 8th, 2009

(સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ) પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ [...]

હંસલા હાલો રે હવે

Monday, September 28th, 2009

28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’  લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં [...]

તમે રે તિલક રાજા રામના

Thursday, September 10th, 2009

ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની [...]