Archive for the 'ગીત' Category

મને પાણીની જેમ કોઈ સ્પર્શે

Monday, December 28th, 2009

લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન [...]

ટેરવાનો સ્પર્શ

Tuesday, November 24th, 2009

મિત્રો, ચાલો આજે માણીએ લાગણીમાં ઝબોળાયેલું ધ્રુવ ભટ્ટ રચિત એક મધુરું ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં. ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ, ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે; સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને [...]

પાસેપાસે તો યે કેટલાં જોજન

Friday, November 20th, 2009

સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં. પાસેપાસે તો [...]

કૃષ્ણ સુદામાની જોડી

Wednesday, November 4th, 2009

આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો [...]

તને ગમે તે મને ગમે

Sunday, November 1st, 2009

મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં. તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ? એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી, હું  કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી, તને [...]