Archive for the 'ગીત' Category

દાદા હો દીકરી

Sunday, April 25th, 2010

પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન [...]

અમે ગીત ગગનનાં ગાશું

Wednesday, April 21st, 2010

(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર) અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું, કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું? અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા, હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા, અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી [...]

પાંદડી વાયરાને વળગી શું કામ ?

Sunday, February 21st, 2010

પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. (સંગીત: અમિત ઠક્કર, સ્વર : ગાર્ગી વ્હોરા, આલ્બમ – વિદેશિની) પાંદડી વાયરાને વળગી શું કામ [...]

આંખ આંસુથી ભરેલી છે છતાં …

Sunday, February 14th, 2010

મિત્રો આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે મારું એક સ્વરચિત ગીત પ્રસ્તુત કરું છું. એ સમર્પિત છે એવા તમામ પ્રેમીઓને જે પોતાના પ્રિય પાત્રોથી દુર છે, નારાજ છે, વિખુટાં પડેલા છે. આંખ આંસુથી ભરેલી છે છતાં સ્મિત કરવાની આશ રાખું છું ! જિંદગી જખ્મો ભરેલી છે છતાં પ્રીત કરવાની આશ રાખું છું ! તમે ચાલી ગયા રિસાઈને [...]

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

Sunday, February 7th, 2010

કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. [ સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ હસ્તાક્ષર ] એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું. ક્યાં રે [...]