એક ચોમાસું પલળે છે આંખમાં

એક ચોમાસું પલળે છે આંખમાં. ડાળીથી પાંદડાઓ છૂટાં પડે છે આ પાનખરમાં એવી કૈં રીતે, છૂટાં પડી ગયા પગલાંઓ કેડીથી આપણાં પણ અધૂરી પ્રીતે. (હવે) શીર્ષક વિનાની ઘણી વાર્તાઓ ભીંજાતી આવે છે મળવા વરસાદમાં … એક ચોમાસું આવીશ કહી તમે એવા ગયાં કે પછી સપનાંય આવ્યા ન આંખમાં, પડતું મૂકીને મારી પાંપણથી પૂરે છે આંસુઓ […]

read more

આંસુના વ્હાણ

[Audio clip: view full post to listen] (તરન્નુમ – રાજુ યાત્રી) રેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ, હવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન. ઝંખનાના ઝાંઝવાઓ જીવતરની કેડી પર ચાહો ન ચાહો પણ આવતા, ઈચ્છાના મેઘધનુ સપનાંની વારતામાં મનચાહા રંગો રેલાવતા, આતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન ? […]

read more

પ્રતીક્ષા અને મિલન

આપના ન આવવાથી રાત થઇ ગઈ, આપ જો આવી ગયા તો ખાસ થઇ ગઈ. સાંજ પડતાં આંગણામાં દીવડા મૂકી દીધાં, દીપના રૂપે હૃદયના ટુકડાં મૂકી દીધાં, ઈંતજારીની બધી હદ પાર થઈ ગઈ, આંખની ભાષા પછી ઉદાસ થઈ ગઈ. શ્વાસ ને પ્રશ્વાસમાં બસ આપ ઘૂંટાતા રહ્યા, સંસ્મરણ વીતેલ પળનાં કૈંક ચૂંટાતા રહ્યા, ફૂલ ચૂમી શબનમો પણ […]

read more

વરસો ચાળીને હવે થાક્યા

[Audio clip: view full post to listen] વરસો ચાળીને હવે થાક્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. ઘરનો થૈ મોભ હવે હાંફ્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા. તુલસીના ક્યારે જઈ ઘીના દીવા કર્યા, દુઃખના દાવાનળથી કોદિયે ના ડર્યા બોર બોર આંસુડા જાળવી જતનભેર સેવામાં રામની એણે સપ્રેમ ધર્યા, ધારેલા તીર બધા તાક્યા … બા […]

read more

ક્ષણનાં પારેવડાંને શોધીએ

ચાલ રવિકિરણોનાં માળામાં જઈને એક ક્ષણનાં પારેવડાંને શોધીએ, ધુમ્મસના દરિયામાં ઘટના ખોવાઈ, જરા હળવે જઈ એને ઊલેચીએ. ફુંદરડે ફરતાતાં, મંદિરની પાળ અને પિપળના પાન હજી યાદ છે, છલકાતી ગાગરમાં મલકાતું જોબન ને ઉઘડેલો વાન હજી યાદ છે, ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ … ચાલ પરભાતે પાંપણ પર સૂરજના કિરણોની પાથરી પથારીઓ […]

read more

પલકોની પેલે પાર

મિત્રો, સ્વપ્નજગતની વાસ્તવિકતાને વાચા આપતું ગીત. સપના કહે છે મને સપનામાં આજકાલ, શું તું મને મળી શકે પલકોની પેલે પાર ? આઠે પહોર રાત ને તડકા પડે નહીં, મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં, ટહુકાઓ ના કરે અહીં ચૂપકીદીઓ ફરાર … સપના. ઘૂંઘટને ખોલતી નથી કળીઓ સવારમાં, ભમરાઓ ડોલતાં નથી અહીં તો બહારમાં, કલકલ નિનાદ […]

read more

કબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો

ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ […]

read more

દાદા હો દીકરી

પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન […]

read more

અમે ગીત ગગનનાં ગાશું

(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર) [Audio clip: view full post to listen] અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું, કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું? અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા, હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા, અમે સૂર સરિતમાં ન્હાશું […]

read more

પાંદડી વાયરાને વળગી શું કામ ?

પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. (સંગીત: અમિત ઠક્કર, સ્વર : ગાર્ગી વ્હોરા, આલ્બમ – વિદેશિની) [Audio clip: view full post […]

read more
United Kingdom gambling site click here