બારણાં એથી અમસ્તા વાખીએ
Tuesday, December 20th, 2011કેટલી ક્ષણને સદીમાં રાખીએ, ચાલ ડહાપણને નદીમાં નાખીએ. આજ જોષીનો દિવસ કેવો જશે, હસ્તરેખામાં ફરીથી ઝાંખીએ. સાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે, ચાલ દીપકમાં વિસામો રાખીએ. ધૈર્યનો અંજામ કેવો, જાણવા, બોર શબરીના જઈને ચાખીએ. આગમનની શક્યતા ‘ચાતક’ હજી, બારણાં એથી અમસ્તા વાખીએ. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
