Archive for the 'ભજન' Category

તમે મન મુકીને વરસ્યાં

Friday, May 7th, 2010

મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે. (સ્વર – નિશા ઉપાધ્યાય) તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી [...]

એક દિન આવશે સ્વામી મારા

Tuesday, January 26th, 2010

આશા અમર છે એમ કહેવાયું છે. શબરીની તપશ્ચર્યા કદાચ એનું અમર ઉદાહરણ છે. શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, મતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે. મતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ [...]

નારાયણનું નામ જ લેતાં

Tuesday, December 8th, 2009

હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં. નારાયણનું નામ જ લેતાં, [...]

કૃષ્ણ સુદામાની જોડી

Wednesday, November 4th, 2009

આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો [...]

મીરાં : બિનતી કરું દિન રૈન

Monday, October 12th, 2009

NDTV Imagine (એન ડી ટીવી ઈમેજીન) પર છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ મીરાં સિરીયલ(સોમ-શુક્ર) ખુબ લોકપ્રિય બની છે. આમેય મીરાં મારા મન અને હૃદયને સ્પર્શે છે, એમ કહો કે એની પૂજા કરે છે, એમાંય વળી એના પરની આ સુંદર સિરીયલ – પછી તો કહેવું જ શું. જે રીતે નાનકડી મીરાંનું પાત્ર નવ વરસની આશિકા ભાટીયાએ [...]